કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આપ્યું રાજીનામું, આલોચનાઓ વચ્ચે લીધો નિર્ણય
કેનેડાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી સંકટનો સામનો કરી રહેલા જસ્ટિન ટ્રૂડોએ પ્રધાનમંત્રી પદ છોડવાની જાહેરાત કરી છે. નવા નેતાની પસંદગી સુધી ટ્રૂડો કાર્યવાહક પ્રધાનમંત્રી રહેશે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પોતાની સરકાર અને વ્યક્તિગત આલોચનાઓ વચ્ચે તેમણે આ નિર્ણય કર્યો છે. દેશ માટે પોતાના સંબોધનમાં ટ્રૂડોએ રાજીનામાની જાહેરાત કરી છે. ટ્રૂડોએ કહ્યું કે તેમણે પોતાની લિબરલ પાર્ટીના અધ્યક્ષને નવા નેતાની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું છે. ટ્રૂડોએ કહ્યું કે સંસદની કાર્યવાહી 24 માર્ચ સુધી સ્થગિત રહેશે અને તે ત્યાં સુધી કાર્યવાહક પ્રધાનમંત્રી રહેશે, જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થઈ જાય.
જસ્ટિન ટ્રૂડોએ સત્તામાં રહેલી લિબરલ પાર્ટીના નેતાના રૂપમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. 53 વર્ષીય ટ્રૂડોએ સોમવારે ઓટાવામાં એક પત્રકાર પરિષદમાં કહ્યું- હું પાર્ટીના નવા નેતાની પસંદગી કરાયા બાદ પાર્ટીના નેતા અને પ્રધાનમંત્રીના રૂપમાં રાજીનામું આપવાનો ઈરાદો રાખું છું.
ટ્રૂડો ત્યાં સુધી કાર્યવાહક પ્રધાનમંત્રી રહેશે, જ્યાં સુધી નવા નેતાની પસંદગી થશે નહીં.
જસ્ટિન ટ્રૂડો 11 વર્ષથી લિબરલ પાર્ટીના નેતા અને નવ વર્ષથી કેનેડાના પ્રધાનમંત્રી હતા. તે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓથી લઈને મુખ્ય સહયોગીઓના રાજીનામા અને જનમત સર્વેક્ષણો સુધી ઘણા સંકટોનો સામનો કરી રહ્યાં હતા.
જસ્ટિન ટ્રૂડોએ પોતાના સંબંધોનમાં કહ્યું- આ દેશ આગામી ચૂંટણીમાં એક વાસ્તવિક વિકલ્પનો હકદાર છે અને તે મારા માટે સ્પષ્ટ થઈ ગયું કે જો મારે આંતરિક લડાઈ લડવી પડી રહી છે તો હું તે ચૂંટણીમાં સૌથી સારો વિકલ્પ ન હોઈ શકુ.
ટ્રૂડોએ આગળ કહ્યું- એક નવા પ્રધાનમંત્રી અને લિબરલ પાર્ટીના નેતા આગામી ચૂંટણીમાં પોતાના મૂલ્યો અને આદર્શો લઈને જશે. હું આવનારા મહિનામાં આ પ્રક્રિયાને જોવા માટે ઉત્સાહિત છું.
જસ્ટિન ટ્રૂડોએ પોતાના સંબોધનમાં કહ્યું- સત્ય તે છે કે આ કામ કરવાના સર્વોત્તમ પ્રયાસો છતાં, સંસદમાં મહિનાઓથી પંગુ બનેલી છે. તેથી આજે સવારે મેં ગવર્નર-જનરલને સલાદ આપી કે આપણે સંસદનું નવું સત્ર બોલાવવાની જરૂર છે. તેમણે આ વિનંતીનો સ્વીકાર કરી લીધો અને હવે 24 માર્ચ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત રહેશે.