દક્ષિણ-પશ્ચિમ કેનેડામાં રહેતા લોકોને આજકાલ રાતે જબરદસ્ત નઝારા જોવા મળી રહ્યા છે. આકાશમાંથી પડતા લાઈટના પીલર્સ જેવી વસ્તુઓ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને થોડા ગભરાઈ પણ રહ્યા છે. જેમણે આ ચીજો જોઈ છે તે હજુ સુધી ફિલ્મોમાં જ જોવા મળી છે. પરંતુ આ જોઈને લોકોને લાગે છે કે જાણે એલિયન્સે હુમલો કર્યો. જો કે આવું બિલકુલ નથી અને આ એક  કુદરતી ઘટના છે. વાદળા નીચે  બર્ફીલી જમીન સુધી આવતા રોશનીના થાંભલાને લાઈટ પીલર્સ જ કહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લાઈટ પીલર્સ સેન્ટ્રલ અલ્બર્ટામાં જોવા મળ્યા છે જ્યાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યાં રાતના સમયે તાપમાન માઈનસ 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જાય છે. આટલી ઠંડીમાં જોવા મળતા લાઈટ પીલર્સને લોકો કોઈ અલૌકિક ઘટના માની લે છે પરંતુ આ એક કૃદરતનું ઓપ્ટિકલ ઈલ્યુઝન છે. 



કેવી રીતે બને છે આ લાઈટ પીલર્સ
લાઈટ પીલર્સ ત્યારે બને છે જ્યારે પૃથ્વીની સપાટીથી આવતા પ્રકાશ ઉપર જામેલા વાદળોમાં રહેલા છ પ્રકારના બરફના ક્રિસ્ટલોથી પરાવર્તિત થાય છે. હવામાં લટકેલા બરફના નાના ક્રિસ્ટલ, પ્રકાશ સ્ત્રોતોને પરાવર્તિત કરનારા લાખો નાના દર્પણોની જેમ કામ કર છે. આ પ્લેટ આકારના બરફના ક્રિસ્ટલ જે સામાન્ય રીતે લગભગ 0.02 મિમી  જેટલા હોય છે અને રોશનીનો એક વર્ટિકલ કોલમ બનાવે છે.  ધરતીથી જોઈએ તો એવું લાગે છે કે જાણે અલગ અલગ જગ્યાએથી રોશની ધરતી પર પડી રહી હોય. 


લાઈટ પીલર્સ ત્યારે જોવા મળે જ્યારે અનેક પ્રકારની હવામાન સ્થિતિઓ જુગલબંધી કરે છે. તેમના માટે -10 થી -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, હાઈ હ્યુમિડિટી જોઈતી હોય છે. પવન બિલકુલ ફૂંકાય નહીં. જ્યારે આવી રોશનીના થાંભળા સૂરજની રોશનીમાં બને છે તો તેને સન પીલર કહે છે.