કેનેડાની મહિલા વિમાનમાં ઊંઘી ગઈ અને પછી જાગી ત્યારે વિમાનમાં અંધારા ખૂણામાં હતી...!
કેનેડના એરપોર્ટ પર સર્જાયેલી આ ઘટના અંગે મહિલાએ પોતાનો બિહામણો અનુભવ સોશિયલ મીડિયામાં અભિવ્યક્ત કર્યો છે, જ્યારે એરલાઈન્સે આ ઘટનામાં પોતાની ભુલને સ્વીકારીને તપાસના આદેશ આપ્યા છે
ટોરોન્ટોઃ કેનેડાની એક મહિલા ક્યુબેકથી ટોરોન્ટ જતી ફ્લાઈટમાં બેઠી હતી. ફ્લાઈટ ઉડ્યા પછી તે વિમાનમાં ઊંઘી ગઈ અને જ્યારે જાગી ત્યારે તે વિમાનના અંદર એક ખૂણામાં હતી. વિમાનના અંદર સંપૂર્ણપણે અંધકાર હતા અને વિમાનમાં કોઈ જ ન હતું. કેનેડના એરપોર્ટ પર સર્જાયેલી આ ઘટના અંગે મહિલાએ પોતાનો બિહામણો અનુભવ સોશિયલ મીડિયામાં અભિવ્યક્ત કર્યો છે, જ્યારે એરલાઈન્સે આ ઘટનામાં પોતાની ભુલને સ્વીકારીને તપાસના આદેશ આપ્યા છે.
સોશિયલ મીડિયામાં મહિલાએ વર્ણવેલા ઘટનાક્રમ અુસાર આ ઘટના 9 જુનની છે. પીડિત મહિલાનું નામ ટિફની એડમ્સ છે અને તે એર કેનેડાના વિમાનમાં ક્યુબેકથી ટોરોન્ટો જઈ રહી હતી. વિમાનની મુસાફી દરમિયાન તે ઊંઘી ગઈ. મહિલા એટલી ગાઢ નિદ્રામાં હતી કે વિમાન ક્યારે લેન્ડ થયું અને મુસાફરોના વિમાનમાંથી ઉતરી ગયા પછી ક્યારે પાર્કિંગ એરિયામાં વિમાન જતું રહ્યું તેની તેને ખબર જ પડી નહીં. વિમાનના લેન્ડિંગ થયા પછી લગભગ 90 મિનિટ પછી આ મહિલા ઊંઘમાંથી જાગી હતી.
VIDEO: ભાઈ-બહેનની જોડીએ વિશ્વવિખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે કર્યું સાહસિક 'રોપ વોક'
પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, તેની જ્યારે આંખ ખુલી ત્યારે મુસાફરી પુરી થઈ ચૂકી હતી અને આખા વિમાનમાં તે એકલી હતી. તે એ બાબતે ચકિત થઈ કે મુસાફરી પુરી થઈ ગયા પછી પણ કોઈ વિમાન કર્મચારીએ તેને જગાડી કેમ નહીં. પીડિત મહિલાએ ફેસબુક પર પોતાનો અનુભવ વર્ણવતા લખ્યું કે, અડધી રાતના સમયે પિયરસન એરપોર્ટ પર વિમાન ઉતર્યાના કેટલાક કલાક પછી જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેઓ જોયું તો વિમાનમાં હાડ થીજવી નાખે તેવી ઠંડી હતી અને ચારે તરફ અંધકાર હતો.
2050 સુધી પૃથ્વી પરથી માનવ સભ્યતાનો થશે સર્વનાશ... એક રિપોર્ટ તો કંઈક આવું જ કહે છે
પીડિત મહિલાએ જણાવ્યું કે, તેણે પોતાના પરિચિતને ફોન કર્યું, પરંતુ વાત પુરી થતાં પહેલાં જ તેનો ફોન ચાર્જ ન હોવાના કારણે બંધ થઈ ગયો. વિમાન બંધ હોવાના કારણે તે પોતાનો ફોન પણ ચાર્જ કરી શકે તેવી સ્થિતિમાં ન હતી. ત્યાર પછી તેના એક મિત્રએ ટોરોન્ટો વિમાન મથક પર અધિકારીઓને આ ઘટના અંગે જાણ કરી. આ દરમિયાન એડમ્સને વિમાનની કોકપિટમાંથી એક ટોર્ચ મળી. જેની મદદથી તેણે વિમાનની બહાર ફરતા કર્મચારીઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
તે વિમાનમાંથી ટોર્ચ દ્વારા બહાર પ્રકાશ ફેંકી રહી હતી ત્યારે સામાન લઈ જતા એક ગાડીના ડ્રાઈવરની નજર તેના પર પડી હતી અને તેણે મહિલાને વિમાનમાંથી બહાર કાઢવામાં મદદ કરી. આ ઘટનાના ખુલાસા પછી એરલાઈન્સે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવાના આદેશ આપ્યા છે.
જૂઓ LIVE TV....