તાનાશાહના દેશની તે ખાસ વાત, જે દુનિયામાં ક્યાંય નથી, અમેરિકા પણ તેની સામે છે પાછળ
નોર્થ કોરિયા શિક્ષણના મામલામાં ઘણો આગળ જોવા મળી રહ્યો છે. અહીંયા સાક્ષરતા દર 98થી 100 ટકા છે.
પ્યોંગયાંગ: એશિયામાં એક એવો દેશ છે જ્યાં આજે પણ તાનાશાહી રાજ ચાલે છે. જી, હા અમે વાત કરી રહ્યા છીએ ઉત્તર કોરિયાની. આ દેશના તાનાશાહ છે કિમ જોંગ ઉન. અહીંયા દરેક વખતે ચૂંટણી કરાવવામાં આવે છે પરંતુ કિમ જોંગ ઉનના રૂપમાં માત્ર એક જ નેતા સત્તા પર સ્થાપિત થાય છે. નોર્થ કોરિયામાં તાનાશાહીના કારણે અહીંયા હંમેશા લોકો પર અત્યાચારના સમાચાર સામે આવતાં રહે છે. દેશમાં ફેલાયેલી ગરીબી અને બેરોજગારીના સમાચાર પણ સામે આવે છે. પરંતુ આ બધા પડકાર છતાં પણ એક ક્ષેત્ર એવું છે જેમાં ઉત્તર કોરિયા દુનિયામાં સૌથી આગળ જોવા મળે છે.
અમેરિકા પણ પાછળ છે:
અમે વાત કરી રહ્યા છીએ શિક્ષણના ક્ષેત્રની. ઉત્તર કોરિયામાં ફોર્મલ એજ્યુકેશનની શરૂઆત ઘણા પહેલાંથી જ થઈ ગઈ હતી. 1982માં કિમ જોંગ ઉને ઉત્તર કોરિયામાં એજ્યુકેશનને એક મુખ્ય પિલર માનવામાં આવ્યો. જેના કારણે તમામ છોકરા-છોકરીઓ માટે એજ્યુકેશનના દરવાજા ખૂલી ગયા હતા. વર્તમાન સમયમાં ઉત્તર કોરિયાની એજ્યુકેશન સિસ્ટમ સંપૂર્ણ રીતે સરકારના નિયંત્રણમાં છે. દેશના બધા નાગરિકોને 11 વર્ષ સુધી અભ્યાસ કરવાનો હોય છે. ઉત્તર કોરિયામાં એજ્યુકેશન સિસ્ટમ સમાજવાદી આદર્શો પર આધારિત છે. બાળકોને કોરિયાઈ ભાષા, મેથ્સ, લિટરેચરનો અભ્યાસ કરવામાં આવે છે.
ઉત્તર કોરિયાનો સાક્ષરતા દર કેટલો છે:
ઉત્તર કોરિયાની સૌથી ખાસ વાત એ છે કે અહીંયા પ્રાઈમરી અને સેકંડરી સ્કૂલ સુધી અભ્યાસ સંપૂર્ણ રીતે ફ્રી છે. અહીંયા બાળકોના અભ્યાસની શરૂઆત કિંડરગાર્ડન એટલે કે કેજીથી થાય છે. અહીંયા એક વર્ષ સુધીનો અભ્યાસ કરવાનો હોય છે. તેના પછી 6થી 9 વર્ષ સુધીની ઉંમરમાં તે પ્રાઈમરી સ્કૂલ જાય છે. પ્રાઈમરી એજ્યુકેશન પૂરું થયા પછી તે સેકંડરી સ્કૂલમાં જાય છે. જ્યાં તે 10થી 16 વર્ષ સુધીની ઉંમર સુધી અભ્યાસ કરે છે. અહીંયા નોંધવા જેવી વાત એ છે કે સેકંડરી સ્કૂલમાં બાળકોને તેમની સ્પેશિયાલિટીના હિસાબથી અભ્યાસ કરવાની તક આપે છે. આ બધાનું પરિણામ એ છે કે ઉત્તર કોરિયાને દુનિયાનો સૌથી સાક્ષર દેશ માનવામાં આવે છે. યૂનેસ્કોના મતે ઉત્તર કોરિયામાં સાક્ષરતા દર 98થી 100 ટકા સુધી છે. જોકે આ નંબર ઉત્તર કોરિયાએ જાતે આપ્યા છે. આ કારણે તે અનેક લોકોને સાક્ષરતા દરના આંકડા પર શંકા જાય છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે. કેમ કે ઉત્તર કોરિયાની અંદરની કોઈપણ જાણકારી બહાર આવે તે ઘણું મુશ્કેલ છે.