Best Selling Car: ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક કારની માંગ ઝડપથી વધી રહી છે. ભારતમાં પણ લગભગ તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓ તેમના ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરી રહી છે. હાલમાં જ એક નવા સમાચાર સામે આવ્યા છે કે વિશ્વની સૌથી વધુ વેચાતી કાર પણ ઇલેક્ટ્રિક કાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JATO ડાયનેમિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર Tesla Model Y એ Q1 માં વિશ્વભરમાં ડીઝલ અને પેટ્રોલ કારને પાછળ છોડી દીધી છે. JATO ડાયનેમિક્સના આ આંકડા Motor1 દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. JATOએ વિશ્વભરના 53 બજારોનો ડેટા એકત્ર કરીને આ રિપોર્ટ જાહેર કર્યો છે.


આ પણ વાંચો:
IPL 2023 માં સૂર્યકુમાર યાદવની મોટી સિદ્ધિ, તુટતા-તુટતા રહી ગયો સચીનનો મોટો રેકોર્ડ!
સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી Malaika Arora, જુઓ સિઝલિંગ વીડિયો 
most expensive rice: આ છે દુનિયાના સૌથી મોંઘા ચોખા, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો!


મસ્કની ભવિષ્યવાણી
આ માઈલસ્ટોન પાર કરવું એ કંપની માટે એક મોટી સિદ્ધિ છે. ટેસ્લાના CEO એલોન મસ્કએ તાજેતરમાં ભવિષ્યવાણી કરી હતી કે તેમની મીડ સાઈઝની SUV આ વર્ષે ઓગસ્ટ 2022માં અન્ય તમામ વાહનોને પાછળ છોડી દેશે.


ટેસ્લા કાર સસ્તી થઈ
મસ્કએ ગયા વર્ષે કહ્યું હતું કે " મને લાગે છે કે મોડલ Y આ વર્ષે આવકની દૃષ્ટિએ અને આવતા વર્ષે યુનિટ વોલ્યુમની દૃષ્ટિએ સૌથી વધુ વેચાતી કાર હશે." મસ્કે કંપનીની વાર્ષિક શેરધારકોની બેઠકમાં આ વાત કહી. કંપનીએ મોડલ Y સહિત તેની ઘણી કારની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કારની કિંમત ઘટાડવાના નિર્ણયથી જૂના ગ્રાહકો ખુશ નથી, જેમણે ટેસ્લાને પહેલાથી વધુ કિંમતે ખરીદી છે. ગ્રાહકોનું માનવું છે કે કંપનીના આ નિર્ણયથી તેમની કારની રિસેલ વેલ્યુમાં ઘટાડો થયો છે.


આ પણ વાંચો:
What To Do On Dog Bite: જો કૂતરુ કરડે તો પહેલા શું કરવું જોઈએ? એક્સપર્ટ પાસેથી જાણો
Cannes 2023 માં અનુષ્કા શર્માની એન્ટ્રી, ઓફ શોલ્ડર ગાઉનમાં રેડ કાર્પેટ પર મચાવી ધૂમ
Budh gochar 2023: આગામી 17 દિવસ આ 2 રાશિઓ પર આવી શકે છે મુસીબત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube