ચંદ્રયાન-3ની સફળતા પર પાકિસ્તાને તોડી ચૂપ્પી, કહી એવી વાત...આખી દુનિયા દંગ રહી ગઈ!
ISRO ના મૂન મિશન ચંદ્રયાન 3એ બુધવારે પોતાના નિર્ધારિત સમય પર સાંજે 6.04 વાગે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. સફળ સોફ્ટ લેન્ડિંગ સાથે જ ભારત ચંદ્ર પર કદમ મૂકનારો ચોથો દેશ બની ગયો છે. બીજી બાજુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત પ્રથમ દેશ બન્યો છે. જાણો પાકિસ્તાને ભારતની આ સિદ્ધિ પર શું કહ્યું?
ભારતના મૂન મિશન ચંદ્રયાન-3ની સફળતા પર પાકિસ્તાને પણ હવે ચૂપ્પી તોડીને કહ્યું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે ભારતીય વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર છે. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનનું કહેવું છે કે બંને દેશો વચ્ચે વર્તમાન સંબંધોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને જે પ્રકારે ભારતીય ઉપલબ્ધિને બિરદાવી છે એવું બહું ઓછું જોવા મળે છે.
ISRO ના મૂન મિશન ચંદ્રયાન 3એ બુધવારે પોતાના નિર્ધારિત સમય પર સાંજે 6.04 વાગે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. સફળ સોફ્ટ લેન્ડિંગ સાથે જ ભારત ચંદ્ર પર કદમ મૂકનારો ચોથો દેશ બની ગયો છે. બીજી બાજુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત પ્રથમ દેશ બન્યો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube