લંડન: મોટાભાગે તમે જોયું હશે કે ઘણા લોકો Chewing gum ચાવતા રહે છે, પરંતુ શું તમને ખબર છે કે આ જીવલેણ થઇ શકે છે. જી, હાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે બ્રિટનના Llanelli થી. અહીં રહેનાર 19 વર્ષીય એક છોકરીનું મોત થયું છે. તેના પરિજનોએ મોતનું કારણ તપાસ કરી તો તેમની સામે આશ્વર્યજનક વાત સામે આવી જે ઘણા લોકો માટે કામની સાબિત થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોતજોતા બગડી ગઇ તબિયત
લૈનનેલી (Llanelli)ની સામંથા જેનકિંસ ફક્ત 19 વર્ષની હતી, જ્યારે તે જૂન 2021માં બિમાર પડી. સામંથા જેનકિંસના મોતની 10મી વર્ષગાંઠ પહેલાં જ તેની માતા મારિયા મોર્ગને વેલ્સ ઓનલાઇનને જણાવ્યું, 'મને આ ગઇકાલ જેવી ઘટના લાગે છે. તેમણે કહ્યું કે સામંથાએ બિમાર અનુભવતી હોવાની ફરિયાદ કરી, પરંતુ શરૂઆતમાં તેને લાગ્યું કે આ સામાન્ય પરેશાને હશે. પરંતુ જોતજોતા જ તેની તબિયત એટલી ખરાબ થઇ ગઇ કે એમ્બુલન્સને જલદીથી બોલાવવામાં આવી અને સામંથાને પ્રિંસ ફિલિપ હોસ્પિટલમાં જઇ જવામાં આવી.   

3 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દાદાને પણ મળ્યું ઓનલાઈન વેક્સીનેશન સર્ટિફિકેટ!


3 દિવસ પછી થયું મોત
હોસ્પિટલમાં લઇ જતાં તેણે ઉબકા થવા લાગ્યા. ડોક્ટરોએ મારિયાને અંદર બોલાવી અને કહ્યું કે તે બેભાન થઇ ચૂકી છે. પોતાની પુત્રીને હોપ્સિટલમાં લઇ ગયાના ત્રણ દિવસ બાદ મારિયાને મોરિસ્ટન હોસ્પિટલના એક ડોક્ટરે ફોન કરી એકદમ દુખદ સમાચાર સંભળાવ્યા તેની પુત્રીને ન્યૂરોલોજિકલ વોર્દમાં જવામાં આવી હતી જ્યાંથી તે ક્યારે પરત ન આવી. 


પરિવારે શોધ્યું મોતનું કારણ
સામંથાના પરિવારે મોતના રહસ્યને ઉકેલવાનું નક્કી કરી લીધું કે આખરે તેનું અકાળે કેવી રીતે મૃત્યું થઇ શકે? આ જાણવા માટે ટોક્સિકોલોજી રિપોર્ટ જોયો તો બધુ નેગેટિવ હતું. એક દિવસ, મારિયાની બીજી પુત્રીએ જણાવ્યું કે સામંથા Chewing gum ચાવતી હતી. જ્યારે તેના રૂમની તલાશી લેવામાં આવી તો મારિયાને ખબર પડી કે સામંથા નિયમિત રૂપથી કેટલી Chewing gum ખરીદતી હતી. તેના રૂમમાંથી તમામ બિલ મળ્યા. બિલથી અંદાજો લગાવ્યો કે ઓછામાં એક દિવસમાં એક પેકેટ Chewing gum ચાવતી હતી. ક્યારેક ક્યારેક બે પેકેટ.  

પાડોશી ધર્મ: હિંદુ દિકરીના પરિવારે માનસિક સંતુલન ગુમાવતા મુસ્લિમ યુગલ બન્યું પાલક માતા-પિતા, ઉપાડી લગ્નની જવાબદારી


Chewing gum બની મોતનું કારણ 
ત્યારબાદ Chewing gum ચાવવાથી થનાર નુકસાન વિશે રિસર્ચ કરવામાં આવ્યું તો આશ્વર્યજનક તથ્ય સામે આવ્યા. તેના લીધે તમારા શરીરમાં સોલ્ટની અછત થઇ જાય છે. મોરિસ્ટન હોસ્પિટલના એક પેથોલોજિસ્ટ ડો. પોલ ગ્રિફિથ્સએ મોતનું કારણ ઉબકા અને ઇલેક્ટ્રોલાઇટની ઉણપ હોવાથી સેરેબ્રલ હાઇપોક્સિયા જણાવ્યું. પૂછપરછમાં સામે આવ્યું કે સામંથામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયલની ગંભીર ઉણપ હતી. કહેવામાં આવે છે કે તેણે લાંબા સમય સુધી વધુ માત્રામાં Chewing gum ચાવી હોવાથી જેથી આ બધુ થયું. 


શરીરની અંદર ગાંઠો
ડો ગ્રિફિથએ ચાર અથવા પાંચ ચમકીલા રંગની ગાંઠ નિકળી હતી, જે Chewing gum નિકળી. 6 જૂનના રોજ સામંથાને મૃત્યું પામ્યાને દસ વર્ષ થઇ જશે. આ પહેલાં તેની માતા પોતાની પુત્રીના મોતનું કારણ દુનિયાને બતાવી રહી છે જેથી બીજાને Chewing gum ના સાઇટ ઇફેક્ટથી બચાવી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube