મધ્ય ચિલીના ધધકતા જંગલમાં ભડકેલા દાવાનળથી મૃતકોની સંખ્યા વધતી વધતી 99  સુધી પહોંચી ગઈ છે. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે ચેતવણી ઉચ્ચારી કે આ સંખ્યા વધી શકે છે. કારણ કે ટીમો નષ્ટ થયેલા વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે. વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ (104 ડિગ્રી ફોરેનહીટ) સુધી પહોંચવાની સાથે ભીષણ ગરમીની લહેર વચ્ચે બચાવકર્મીઓ વાલપરાઈસોના તટીય પર્યતક વિસ્તારમાં આગ સામે લડી રહ્યા છે. 


ચિલીના મધ્ય ક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગથી રવિવારે ફાયર વિભાગના કર્મીઓએ ખુબ ઝઝૂમવું પડ્યું. પ્રશાસને આગથી ગંભીર રીતે પ્રભાવિત અનેક શહેરોમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. વિના ડેલ માર શહેરની આજુબાજુ આગ સૌથી વધુ જોવા મળી છે જ્યાં 1931માં સ્થાપિત એક પ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન રવિવારે આગની જ્વાળાની લપેટમાં આવી ગયો. આગના કારણે ઓછામાં ઓછા 1600 લોકો બેઘર થઈ ગયા. વિના  ડેલ મારના પૂર્વ ભાગના અનેક વિસ્તાર આગની લપેટો અને ધૂમાડાથી ઘેરાઈ ગયા છે. જેનાથી કેટલાક લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube