સેન્ટિયાગો: દક્ષિણ અમેરિકી દેશ ચિલી સંલગ્ન એક પ્રાચીન ભાષાનો અંત થઈ ગયો છે. કારણ કે તે બોલનારી અંતિમ મહિલાનું ગત બુધવારે મોત થઈ ગયું. 93 વર્ષની ક્રિસ્ટીના કાલ્ડેરોનને આદિવાસી યગાન સમુદાયની યમાના ભાષામાં મહારથ હાંસલ હતું. 2003માં તેમની બહેનના મૃત્યુ બાદ તેઓ દુનિયાના એક માત્ર વ્યક્તિ હતા જે આ ભાષા બોલી શકતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રીએ કહી આ વાત
CNN ના રિપોર્ટ મુજબ ક્રિસ્ટીના કાલ્ડેરોને પોતાના જ્ઞાનને જાળવી રાખવા માટે સ્પેનિશ ભાષામાં અનુવાદ સાથે એક શબ્દકોશ તૈયાર કર્યો છે. પરંતુ હવે યમાના બોલનારા કોઈ પણ વ્યક્તિ જીવિત નથી. કાલ્ડેરોનની પુત્રી લિડિયા ગોન્ઝાલેઝે તેમની માતાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમની સાથે અમારા લોકોની સંસ્કૃતિ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ હિસ્સો પણ જતો રહ્યો છે. ગોન્ઝાલેઝ હાલમાં ચિલીમાં નવા બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરનારા પ્રતિનિધિઓમાં સામેલ છે. 


Knowledge News: બીયરની બોટલો બ્રાઉન અને ગ્રીન કલરની જ કેમ હોય છે? ખુબ જ રસપ્રદ છે કારણ


સમુદાયના કેટલાક લોકો છે જીવિત
જો કે હજુ પણ યગાન સમુદાયના કેટલાક ડઝન જેટલા લોકો જીવિત છે. પરંતુ તેઓ પોતાની મૂળ ભાષા બોલતા નથી. તેમની પેઢીઓએ તે શીખવાનું બંધ કરી દીધુ હતું. કારણ કે તે ખુબ અઘરી છે અને તેના શબ્દોની ઉત્પતિનું નિર્ધારણ કરવું પણ મુશ્કેલ છે. બધુ મળીને ક્રિસ્ટીના જ એકમાત્ર એવી મહિલા હતી કે જેણે આ ભાષાને જીવતી રાખી હતી. તેમના નિધન સાથે જ એક પ્રકારે યામાના ભાષાનો અંત થઈ ગયો છે. 


દરિયામાં તરી રહ્યો હતો વ્યક્તિ, અચાનક શાર્ક આવીને જીવતો ગળી ગઈ, રૂવાડાં ઊભા કરી નાખે તેવો છે Video


મોજા બનાવીને વેચતા હતા
ક્રિસ્ટીના કાલ્ડેરોન ચિલીના વિલા ઉકિકા શહેર સ્થિત એક સાધારણ ઘરમાં રહેતા હતા અને જીવન નિર્વાહ માટે મોજા બનાવીને વેચતા હતા. આ શહેરને યગાન લોકોએ વસાવ્યું હતું. એક રિપોર્ટ મુજબ યમાના ભાષા આર્જેન્ટિના અને ચિલી વચ્ચે ટિએરા ડેલ ફૂએગો નામના એક દ્વિપ પર રહેનારા આદિવાસીઓ દ્વારા બોલાતી ભાષા હતી. 


યુવતીઓ અહીં આવે છે, પોતાના અંડરગાર્મેન્ટ્સ ઉતારી દોરી પર લટકાવીને જતી રહે છે, જાણો શું છે કારણ 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube