Knowledge News: બીયરની બોટલો બ્રાઉન અને ગ્રીન કલરની જ કેમ હોય છે? ખુબ જ રસપ્રદ છે કારણ

બીયર વિશ્વનું સૌથી જૂના આલ્કોહોલિક પીણું છે. પાણી અને ચા બાદ દુનિયાનું ત્રીજુ સૌથી મશહૂર ડ્રિંક બીયર જ છે. બીયર સંલગ્ન આ તથ્યો વિશે તમને કદાચ જ ખબર હશે પરંતુ શું તમે ક્યારેય એક ચીજ પર ધ્યાન આપ્યું છે કે બીયરની બોટલ કાં તો લીલા રંગની હોય છે અથવા તો બ્રાઉન રંગની.

Knowledge News: બીયરની બોટલો બ્રાઉન અને ગ્રીન કલરની જ કેમ હોય છે? ખુબ જ રસપ્રદ છે કારણ

નવી દિલ્હી: બીયર વિશ્વનું સૌથી જૂના આલ્કોહોલિક પીણું છે. પાણી અને ચા બાદ દુનિયાનું ત્રીજુ સૌથી મશહૂર ડ્રિંક બીયર જ છે. બીયર સંલગ્ન આ તથ્યો વિશે તમને કદાચ જ ખબર હશે પરંતુ શું તમે ક્યારેય એક ચીજ પર ધ્યાન આપ્યું છે કે બીયરની બોટલ કાં તો લીલા રંગની હોય છે અથવા તો બ્રાઉન રંગની. દુનિયાભરમાં આ બોટલો મોટાભાગે આ બે રંગમાં જ હોય છે. આવામાં સવાલ એ ઉઠે છે કે આ બોટલો લીલા અને બ્રાઉન રંગમાં જ કેમ હોય છે? આ બીયરને સફેદ કે પારદર્શક ગ્લાસમાં કેમ રખાતો નથી? જો તમારા મનમાં પણ આવા સવાલ ઉઠે છે તો આ લેખ ખાસ વાંચો. 

શું છે કારણ? 
એવું કહેવાય છે કે હજારો વર્ષો પહેલા સૌથી પહેલી બીયર બનાવનારી કંપની પ્રાચીન ઈજિપ્તમાં હતી. અહીં શરૂઆતમાં બીયરને પાદર્શક બોટલોમાં સર્વ કરાતો હતો. આ દરમિયાન કેટલાક બ્રુઅર્સે (બીયર નિર્માતા) જાણ્યું કે બીયરમાં રહેલો એસિડ સૂર્યની રોશની અને તેના અલ્ટ્રા વાયલેટ કિરણોથી રિએક્શન કરી રહ્યો છે. આ રિએક્શનના કારણે બીયરમાં વાસ આવવા લાગી અને લોકો તેનાથી દૂર રહેવા લાગ્યા. 

આ રીતે દૂર કરી સમસ્યા
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભાત ભાતના ઉપાય શોધવામાં આવ્યા. આ જ કડીમાં બીયર નિર્માતાઓએ બીયર માટે એવી બોટલો પસંદ કરી જેના પર બ્રાઉન રંગનું કોટિંગ ચડેલું હતું. આ તરકીબ કામ કરી ગઈ. આ રંગની બોટલોમાં રાખવામાં આવેલું બીયર ખરાબ થયું નહીં. એટલે કે સૂરજના કિરણોની અસર બ્રાઉન રંગની બોટલો પર  થઈ નહીં. 

જો કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નિર્માતાઓ સામે વધુ એક સમસ્યા આવીને ઊભી રહી. આ દરમિયાન બ્રાઉન રંગની બોટલોનો દુકાળ પડી ગયો. આ રંગની બોટલો મળતી નહતી. આવામાં બીયર નિર્માતાઓએ વધુ એક રંગ પસંદ કરવો પડે તેમ હતો. જેના પર સૂરજની કિરણોની ખરાબ અસર ન પડે. ત્યારે લીલો રંગ પસંદ કરવામાં આવ્યો. ત્યારબાદથી બીયર લીલા રંગની બોટલોમાં પણ મળવા લાગી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news