Corona Virus: કોરોના વાઇરસ મામલે ચીનનો અમેરિકા સામે ગંભીર આરોપ
વિદેશ મંત્રાલયની પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે, અમેરિકા પહેલો દેશ છે જેણે પોતાના દૂતાવાસના સ્ટાફને બોલાવવાનું શરૂ કર્યું અને પહેલો દેશ છે જેણે ચીની યાત્રીકો પર પ્રતિબંધ લગાવ્યો છે.
પેઇચિંગઃ ચીને અમેરિકા પર કોરોના વાયરસને લઈને ડર તથા ગભરાટ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે, અમેરિકાએ કોઈ ચોક્કસ સહાયતા ઉપલબ્ધ કરાવી નથી અને તેને લઈને તે માત્ર ડર ફેલાવી રહ્યું છે. વિદેશ મંત્રાલયની પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે, અમેરિકા પહેલો દેશ છે જેણે પોતાના દૂતાવાસના સ્ટાફને બોલાવવાનું શરૂ કરી દીધું અને પહેલો દેશ છે જેણે ચીની પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.
હુઆએ કહ્યું, 'જે તેણે કર્યું છે તે માત્ર ડર ઉભો કરશે અને તેને વધારશે, જે એક ખોટું ઉદાહરણ છે.' તેમણે આ સાથે કહ્યું કે, અમને આશા છે કે વિશ્વભરના દેશ વિજ્ઞાન આધારિત દાવાના આધાર પર પોતાનું મંતવ્ય બનાવશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં 8 લોકો વાયરસની ઝપેટમાં આવ્યા છે. તેણે ગત શુક્રવારે કોરોનાને જન સ્વાસ્થ્ય હોનારત જાહેર કરતા પાછલા બે સપ્તાહમાં ચીનની યાત્રા કરનારા વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. નવા પ્રતિબંધ વાયરસની ઝપેટમાં આવેલા હુબેઈ પ્રાંતની યાત્રા કરનાર અમેરિકી નાગરિકો પર પણ લાગૂ થશે. હુબેઈની રાજધાની વુહાનમાં ડિસેમ્બરમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવવાનું શરૂ થયું હતું અને હવે તે વિશ્વભરમાં ફેલાઇ ગયો છે.
Corona Virus: ચાઉમીન અને ફ્રાઇડ રાઇસથી પણ દૂર ભાગી રહ્યા છે લોકો
વિભિન્ન દેશો દ્વારા ચીનથી આવનારા લોકો પર તમામ પ્રકારની યાત્રા પ્રતિબંધ લગાવવા છતાં આ ચેપ 24થી વધુ દેશોમાં ફેલાયો છે. તેની લીધે અત્યાર સુધી 361 લોકોના મોત થયી છે અને 17205 મામલાની ખાતરી થઈ છે. ચીન સિવાય ફિલિપિનમાં તેનાથી એક વ્યક્તિનો જીવ ગયો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube