China and USA Tension: રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધને 5 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. હજુ પણ યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે વધુ એક તણાવ ઊભો થયો છે. તાઈવાન મુદ્દે ચીન અને અમેરિકા આમને સામને જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી ચીનનો તાઈવાન અને અમેરિકા સાથે ગતિરોધ ચાલી રહ્યો હતો પરંતુ બુધવારે અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન યાત્રા યુદ્ધની આશંકા વધારી દીધી છે. બંને દેશ એકબીજાને ધમકાવી રહ્યા છે. હવે દુનિયાના અન્ય દેશો વચ્ચે સવાલ એ છે કે જો યુદ્ધ થાય તો તેઓ કોની સાથે જાય. એકબાજુ શક્તિશાળી ચીન છે તો બીજી બાજુ દુનિયાનો સુપરપાવર દેશ અમેરિકા છે. હજુ યુદ્ધ  શરૂ પણ નથી થયું ત્યાં તો કેટલાક દેશ એવા પણ છે જેમણે ચીનને સમર્થન જાહેર કરી દીધુ છે. વિગતવાર માહિતી જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશોએ જાહેર કર્યો ચીનને સપોર્ટ
બે દેશ એવા છે જેમણે સૌથી પહેલા ચીનને સમર્થન જાહેર કર્યું છે. રશિયાએ સૌથી પહેલા ચીનને સમર્થન જાહેર કરી દીધુ. જેની આશા પણ હતી. વાત જાણે એમ છે કે લાંબા સમયથી રશિયા અને અમેરિકા વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. અમેરિકા અને નાટોની દખલગીરીના કારણે જ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. હવે રશિયા અમેરિકાની વિરુદ્ધમાં છે. અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધ લગાવ્યા પરંતુ પુતિન ઝૂકવા માટે તૈયાર નથી. એવામાં રશિયા અમેરિકાની વિરુદ્ધમાં હોય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત યુક્રેન સાથે યુદ્ધ સમયે દુનિયાના મોટાભાગના દેશ રશિયાની વિરુદ્ધમાં હતા ત્યારે ચીને તેનું સમર્થન કર્યું હતું. આવામાં રશિયા મિત્રતા નીભાવવા ઈચ્છે અને આ બહાને તેને અમેરિકાને ઘેરવાની તક પણ મળશે. 


China America News: તાઈવાનના રાષ્ટ્રપતિને મળ્યા નેન્સી પોલેસી, ચીને તાબડતોબ લીધું મોટું પગલું 


બીજો દેશ પાકિસ્તાન છે જેણે ચીનને સપોર્ટ જાહેર કર્યો. તેણે ખુબ સમજીવિચારીને આ ચાલ ચલી છે. પાકિસ્તાન અને અમેરિકાના સંબંધ ખરાબ થઈ ચૂક્યા છે અને તેની ગાડી પાટા પર આવતી જોવા મળી રહી નથી. ચીન તેનો ગાઢ મિત્ર છે. આવામાં તે ચીનની વિરુદ્ધમાં જશે નહીં. આ ઉપરાંત પાકિસ્તાન પર ચીનનું ઘણું કરજ પણ છે. પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને તેને તેમાંથી બહાર કાઢવા માટે ફંડની જરૂર છે. છેલ્લા કેટલાક મહિનાથી ચીને  પોતાના હાથ ટાઈટ કર્યા છે પરંતુ હજુ પણ પાકિસ્તાન ચીન પાસે કરજની અપેક્ષા રાખે છે. આ જ કારણ છે કે ચીનને સમર્થન આપીને તે લોનનો રસ્તો ક્લિયર કરી રહ્યું છે. આ ઉપરાંત ભારત પર દબાણ રાખવા માટે પણ ચીનને પડખે છે. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ પણ પેલોસીના આ પ્રવાસને ખોટો દર્શાવ્યો છે અને ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું છે. 


China Taiwan News: પેલોસી તાઈવાન પહોંચ્યા બાદ ચીનની મોટી હરકત, 21 સૈન્ય વિમાન તાઈવાન એર ડિફેન્સ ઝોનમાં ઘૂસ્યા


તાઈવાન સાથે કયા દેશો?
તાઈવાન સાથે હવે ખુલ્લેઆમ અમેરિકા જોવા મળી રહ્યું છે. મે મહિનામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું પણ હતું કે જો તાઈવાન પર ચીન હુમલો કરશે તો અમેરિકા તેને સૈન્ય મામલે મદદ કરશે. આ ઉપરાંત બ્રિટન પણ તાઈવાનના સમર્થનમાં આવતું જોવા મળે છે. બ્રિટિશ અખબાર ગાર્જિયને રિપોર્ટમાં દાવો કર્યો હતો કે નવેમ્બરાં બ્રિટિશ સાંસદ તાઈવાનનો પ્રવાસ ખેડી શકે છે. જો કે આ રિપોર્ટ પર યુકેમાં ચીની રાજદૂત ઝેંગ જેગુઆંગે કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે બ્રિટન તાઈવાનની સંવેદનશીલતાને ઓછી નહીં આંકે અને અમેરિકાના પગલે નહીં ચાલે. 


તાઈવાન 1949થી પોતાને આઝાદ દેશ માને છે. પરંતુ હજુ સુધી દુનિયાના 14 દેશોએ જ તેને આઝાદ દેશ તરીકે માન્યતા આપેલી છે અને તેની સાથે ડિપ્લોમેટિક રિલેશન બનાવ્યા છે. તાઈવાનના વિદેશ મંત્રાલય મુજબ અત્યાર સુધીમાં માર્શલ દ્વીપ, નૌરુ, પલાઉ, તુવાલુ, ઈસ્વાતિની, હોલીસી, બેલિઝ, ગ્વાટેમાલા, હૈતી, હોંડુરસ, પરાગ્વે, ફેડરેશન ઓફ સેન્ટ ક્રિસ્ટોફર એન્ડ નેવિસ, સેન્ટ લુશિયા અને સન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનાડાઈન્સ સાથે ડિપ્લોમેટિક સંબંધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube