China America News: તાઈવાનના રાષ્ટ્રપતિને મળ્યા નેન્સી પોલેસી, ચીને તાબડતોબ લીધું મોટું પગલું 

China America News: તાઈવાનના રાષ્ટ્રપતિને મળ્યા નેન્સી પોલેસી, ચીને તાબડતોબ લીધું મોટું પગલું 

અમેરિકાની સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્ઝ) ના સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસથી ચીન ખુબ ગુસ્સે ભરાયું છે. તેણે સૈન્ય કાર્યવાહીની પણ ધમકી આપી છે. આ સાથે જ ચીનના ઉપવિદેશમંત્રીએ અમેરિકી રાજદૂતને નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસનો આકરો વિરોધ જતાવવા માટે મધરાતે સમન પણ પાઠવ્યું. અમેરિકામાં નંબર ત્રણ સ્થાન ધરાવનારા નેન્સી પેલોસી ભારતીય સમય મુજબ રાતે 8.14 વાગે તાઈવાન પહોંચ્યા. નેન્સી પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી. 

તાઈવાનના રાષ્ટ્રપતિને મળ્યા પેલોસી
અમેરિકી સંસદના સ્પીકર નેન્સી સ્પીકરે આજે ભારતીય સમય મુજબ સવારે તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા દરેક પગલે તાઈવાન સાથે છે. તેમણે કહ્યું કે અમેરિકાએ તાઈવાનને જે વચનો આપ્યા છે તેનાથી પાછળ હટશે નહીં. 

નેન્સી પેલોસીએ કહ્યું કે અમેરિકાએ હંમેશા તાઈવાન સાથે રહેવાનું વચન આપ્યું છે. આ મજબૂત પાયા પર અમારી આર્થિક સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ ક્ષેત્ર અને દુનિયામાં આપસી સુરક્ષા પર કેન્દ્રીત સ્વ-સરકાર અને આત્મનિર્ણય પર આધારિત એક સંપન્ન ભાગીદારી છે. 

તાઈવાનના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને કહ્યું કે અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીનું હાર્દિક સ્વાગત કરું છું. ઉપરાષ્ટ્રપતિ અને મને સ્પીકર દ્વારા અમેરિકા-તાઈવાનના સંબંધોને લઈને કોલ આવતા રહે છે. અમારી આ મુલાકાત બદલ ખુશ છું. તેમણે કહ્યું કે અમેરિકી સ્પીકર પેલોસી ખરેખર તાઈવાનના સૌથી સમર્પિત મિત્રોમાંથી એક છે. તાઈવાન માટે અમેરિકી કોંગ્રેસના કટ્ટર સમર્થનને પ્રદર્શિત કરવા માટે તાઈવાનના આ પ્રવાસ બદલ અમે તમારા આભારી છીએ. 

— ANI (@ANI) August 3, 2022

રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને કહ્યું કે તાઈવાન શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે અને અમે એક સ્વતંત્ર અને ખુલ્લા ઈન્ડો-પેસેફિક સુનિશ્ચિત કરવા માટે ક્ષેત્રીય સુરક્ષા માટે એક પ્રમુખ સ્થિર શક્તિ બનાવીશું. અમે અમારા દેશનું સાર્વભૌમત્વ મજબૂતીથી જાળવી રાખીશું. આ સાથે જ અમે લોકશાહી મૂલ્યોની રક્ષા માટે દુનિયાભરના તમામ લોકતંત્રોની સાથે સહયોગ અને એક્તા સાથે  કામ કરવા માંગીએ છીએ. 

બીજી બાજુ પેલોસીએ કહ્યું કે તાઈવાનમાં લોકતંત્ર ફળી ફૂલી રહ્યું છે. તાઈવાને દુનિયા આગળ સાબિત કર્યું છે કે પડકારો છતાં જો આશા, સાહસ અને દ્રઢ સંકલ્પ હશે તો તમે સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરી શકો છો. તાઈવાન સાથે અમેરિકાની એકજૂથતા મહત્વપૂર્ણ છે. આજે અમે એ સંદેશ લઈને આવ્યા છીએ. તેમણે  કહ્યું કે દુનિયા લોકતંત્ર અને નિરંકુશતા વચ્ચે એક વિકલ્પનો સામનો કરી રહી છે. અહીં તાઈવાન અને દુનિયામાં લોકતંત્રને જાળવી રાખવા માટે અમેરિકા દ્રઢ સંકલ્પિત છે. 

તેમણે એમ પણ કહ્યું કે તાઈવાન સમગ્ર દુનિયા માટે મિસાલ છે. તાઈવાને કોરોનાકાળમાં સારું કામ કર્યું. તેમણે તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ એમ પણ કહ્યું કે અમે તેમની સાથે અમારી પ્રતિબદ્ધતા છોડીશું નહીં. પેલોસીએ કહ્યું કે દુનિયામાં લોકતંત્ર અને નિરંકુશતા વચ્ચે સંઘર્ષ છે. જેમ કે ચીન સમર્થન મેળવવા માટે પોાતના સોફ્ટ પાવરનો ઉપયોગ કરે છે, આપણે તાઈવાન વિશે તેની ટેક્નિકલ પ્રગતિ વિશે વાત કરવી પડશે  અને લોકોને તાઈવાનના વધુ લોકતાંત્રિક બનવાનું સાહસ દેખાડવાનું રહેશે. 

ચીને લીધું આ પગલું
આ બધા વચ્ચે ગુસ્સે ભરાયેલા ચીને  મોટું પગલું ભર્યું છે. ચીનની મિનિસ્ટ્રી ઓફ કોમર્સના હવાલે ચીનની મીડિયા કંપની CGTN એ જણાવ્યું કે ચીને તાઈવાનને એક્સપોર્ટ  થતા નેચરલ સેન્ડને રોક્યું છે. આ ઉપરાંત ચીને બુધવારે તાઈવાનમાંથી ઈમ્પોર્ટ થતા અને સામાન ઉપર પણ રોક લગાવી છે. એટલું જ નહીં ડ્રેગન તરફથી તાઈવાનને ડરાવવા હેતુથી તાઈવાન દ્વિપ પાસે મોટા પાયે સેન્ય અભ્યાસ શરૂ કર્યો છે. ચીનના આ યુદ્ધાભ્યાસમાં લાંબા અંતરની લાઈવ ફાયર  ડ્રિલ પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news