Cross-Border Bridge: રશિયા અને ચીન વચ્ચે શુક્રવારે પહેલા હાઇવે પૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બંને દેશોને આશા છે કે આ પૂલ ખુલવાથી વેપારને વધુ પ્રોત્સાહન મળશે. આ ક્રોસ બોર્ડરનું ઉદઘાટન એવા સમયે થયું છે જ્યારે મોસ્કોને યૂક્રેન પર હુમલાની સખત પશ્વિમી પ્રતિબંધોને સહન કરવા પડી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરઆઇએ સમાચાર એજન્સીએ જણાવ્યું કે આ રશિયન શહેર બ્લાગોવેશચેંસ્કને અમૂર નદી (જેને ચીનમાં હેઇલોંગજિયાંગના નામથી ઓળખવામાં આવે છે) ના પાર ચીની શહેર હેગે સાથે જોડે છે. આ પૂલ ફક્ત એક કિલોમીટર લાંબો છે અને તેનો ખર્ચ 19 બિલિયન રૂબલ (342 મિલિયન ડોલર) છે. શુક્રવારે આતશબાજીના પ્રદર્શન વચ્ચે બંને છેડેથી માલવાહક ટ્રકોએ લેનના પૂલને પાર કર્યો. 


રશિયન અધિકારીઓએ કહ્યું કે આ પૂલ વેપારને પ્રોત્સાહન આપીને મોસ્કો અને બીજિંગને એક સાથે લાવશે. આ પહેલાં ફેબ્રુઆરીમાં બંને દેશો દ્રારા ''કોઇ સીમા નહી' ભાગેદારીની જાહેરાત કરી હતી. આ જાહેરાત દ્વારા યૂક્રેનમાં રશિયન સેના મોકલવાના થોડા સમય પહેલાં જ થઇ હતી. 


રશિયાના સુદૂર પૂર્વમાં ક્રેમલિનના પ્રતિનિધિ યૂરી ટ્રુટનેવે કહ્યું કે 'આજની વિભાજિત દુનિયામાં રશિયા અને ચીન વચ્ચે બ્લાગોવેશચેંસ્ક-હેહે એક વિશેષ પ્રતિકાત્મક અર્થ છે. ચીનના ઉપ પ્રધાનમંત્રી હૂ ચુનહૂઆએ ઉદઘાટનના સ્થળેથી કહ્યું કે ચીન તમામ ક્ષેત્રમાં રશિયા સાથે વ્યાવહારિક સહયોગને ગાઢ કરવા માંગે છે. રશિયાના પરિવહન મંત્રી વિટાલી સેવલીવે કહ્યું કે પુલ દ્વિપક્ષીય વાર્ષિક વેપારને 10 લાખ ટનથી વધુ માલ માટે પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. 


રશિયન સાઇડ પર પુલનું નિર્માણ કરનાર ફર્મ BTS-MOST એ કહ્યું કે પૂલનું નિર્માણ 2016 થી ચાલી રહ્યું હતું અને મે 2020 માં પુરો થઇ ગયો હતો. પરંતુ કોવિડ 19 પ્રતિબંધોના કારણે તેના ઉદઘાટનમાં મોડું થયું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube