UNSCમાં કાશ્મીર મુદ્દે PAKને સાથ આપવા ચીને રમી રમત, પણ મળી ધોબીપછાડ, આ દેશે કર્યો જબરદસ્ત વિરોધ
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) મુદ્દે ચીને (China) પાકિસ્તાન (Pakistan) ને સાથ આપ્યો તો ભારતે જડબાતોડ જવાબ આપ્યો. ભારતે (India) ચીનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે તે આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે. અમે ચીનના અમારા આંતરિક મામલાઓમાં દખલગીરીનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) મુદ્દે ચીને (China) પાકિસ્તાન (Pakistan) ને સાથ આપ્યો તો ભારતે જડબાતોડ જવાબ આપ્યો. ભારતે (India) ચીનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે તે આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે. અમે ચીનના અમારા આંતરિક મામલાઓમાં દખલગીરીનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું કે અમને ચીનની એ હરકત અંગે જાણવા મળ્યું કે જેમાં તેણે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુદ્દે UNSCમાં વાતચીત કરી. આવું પહેલીવાર નથી બન્યું કે ચીને આ મામલાને ઉઠાવ્યો છે. એવો મામલો જે સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ ચીનને આંતરરાષ્ટ્રીય સમુદાયનો કોઈ સાથ મળ્યો નહીં. ભારતના આંતરિક મામલે દખલગીરી કરવાની ચીનની કોશિશોને અમે નિષ્ફળ બનાવી છે.
Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 56 હજારથી વધુ કેસ, 904 લોકોના મૃત્યુ
અત્રે જણાવવાનું કે પાકિસ્તાને ચીન દ્વારા જમ્મુ અને કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ જમ્મુ અને કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં થયેલી અનૌપચારિક ચર્ચા કોઈ પણ નિષ્કર્ષ વગર ખતમ થઈ ગઈ. બંધ બારણે થયેલી બેઠકમાં ન તો ચર્ચાનો કોઈ રેકોર્ડ મેઈન્ટેઈન થયો કે ન તો કોઈએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. અમેરિકાએ બેઠકમાં ચીનની આ ચાલનો ખુલીને વિરોધ કર્યો. એકલા અમેરિકા જ નહીં પરંતુ અન્ય અનેક સભ્ય દેશોએ આ મામલે ચીનને સાથ ન આપ્યો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube