ચીને કોરોના વાયરસથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કાર પર લગાવ્યો પ્રતિબંધ, અંતિમ દર્શનની પણ મંજૂરી નહીં
ચીને રવિવારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે તેના ચેપથી મૃત્યુ પામનારને દફનાવવા, સળગાવવા કે અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.
બેઇજિંગઃ ઝડપથી ફેલાઇ રહેલી કોરોના વાયરસના ડરથી ભયભીત ચીન નવા-નવા આદેશો જારી કરી રહ્યું છે. ચીને રવિવારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે તેના ચેપથી મૃત્યુ પામનારને દફનાવવા, સળગાવવા કે અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. સમાચાર એજન્સી આઇએએનએસે Efe newsના હવાલાથી જણાવ્યું છે કે તંત્રએ અંતિમ દર્શન કાર્યક્રમ જેવા પરંપરાઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (National Health Commission), નાગરિક મામલાના મંત્રાલય તથા જન સુરક્ષા મંત્રાલય દ્વારા જારી દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે મૃતદેહોના અંતિમ સંસ્કાર તેના સ્થાનના નજીતના સ્મશાન ગૃહોમાં કરાવવામાં આવે. કોરોના વાયરસથી મૃત્યુ પામતા મૃતદેહોને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઈ જઈ શકાશે નહીં. ના તો આવા મૃતદેહોને દફનાવી શકાય છે ન તો અન્ય સાધનોથી તેને સાચવી શકાય છે.
જૈક માએ દાન કર્યાં 1 અબજ રૂપિયા
આ પહેલા અલીબાબાના સંસ્થાપક અને ચીનના સૌથી ધનવાન વ્યક્તિ જૈક માના ફાઉન્ડેશને 14.4 મિલિયન ડોલર (આશરે 1 અબજ રૂપિયા) દાન કર્યાં છે. જૈક માએ આ રૂપિયા વુહાનમાં ફેલાયેલા કોરોના વાયરસ માટે રસી બનાવવામાં મદદ કરવા માટે કર્યાં છે. જૈક માના ફાઉન્ડેશને એક સોશિયલ મીડિયા પોસ્ટ પર જાણકારી આપી કે અબજોપતિ જૈક માએ બે સરકારી રિસર્ચ સંસ્થાઓ માટે 5.8 મિલિયન ડોલર દાન કર્યાં છે. ફાઉન્ડેશને જણાવ્યું કે, આ પૈસાનો ઉપયોગ કોરોના વાયરસથી બચાવ અને સારવાર માટે કરવામાં આવશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube