બીજિંગ : ડોકલામ વિવાદ બાદ આખરે હવે ચીન શું ઇચ્છે છે ? તેઓ સીમા પર પોતાની ગતિવિધિઓને સંપુર્ણ બંધ કરવા કેમ નથી માંગતું ? શું તેઓ સીમા પર એકવાર ફરીથી ભારતને ભરમાવવાની તૈયારી કરી રહ્યા છે ? હાલ તેનાં વલણ અને ગતિવિધિઓ પરથી સ્પષ્ટ છે કે તે સીમા પર પોતાની પકડ મજબુત કરી રહ્યું છે. જે ભારત માટે ચિંતાજનક થઇ શકે છે. ચીને અરૂણાચલ પ્રદેશનાં સીમા પર રહેલી તિબેટ કાઉન્ટી વિસ્તારમા મોટા પ્રમણમાં માઇનિંગ ઓપરેશન ચાલુ કર્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનનાં સીમાવર્તી વિસ્તારમાં પોતાના પ્રભાવ અને નિયંત્રણ વધારવાનાં ઇરાદાથી ચાલુ કરવામાં આવ્યું છે. રવિવારે સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટે આ અંગેની માહિતી આપી હતી. ચીન અરૂણાચલ કિનારે રહેલા લુંજે કાઉન્ટીમાં આશરે 60 અબજ ડોલરનાં ગોલ્ડ, સિલ્વર અને અન્ય ખનીજ પદાર્થોનાં નિકાલનું કામ પહેલાથી જ કરી રહ્યા છે. આ વખતે ચીન માઇનિંગ ઓપરેશન સીમા પરનાં વિસ્તારો પોતાનાં વિસ્તારમાં કરી રહ્યું છે. જેનાં કારણે બારતની તરફથી તેમાં દખલની સંભાવના ઘણી ઓછી છે. 

ચીનની નજર અરૂણાચલપ્રદેશ સહિત ભારતનાં અન્ય સીમા પર રહેલા વિસ્તારો પર પણ છે. ભારત અને ચીનની વચ્ચે નિર્ધારિત સિમા નથી. જેનાં કારણે ઘણીવાર વિવાદ પેદા થાય છે. હાલનાં દિવસોમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરીની પણ ઘણી ઘટનાઓ સામે આવી છે. જેનો ભારત સતત વિરોધ કરતું રહ્યું છે. તે ઉપરાંત ચીન હવાઇ સીમાનું પણ ઉલ્લંઘન કરતું રહે છે. 

હાલમાં જ થોડા દિવસો પહેલા ભારત અને ચીનની વચ્ચે ડોકલામ અંગે ઘર્ષણ જોવા મળ્યું હતું. આશરે 73 દિવસ સુધી ચાલ્યું હતું, જો કે ત્યાર બાદ ચીની સેનાને પાછળ હટવું પડ્યું હતું અને વિવાદ શાંત થઇ ગયું હતું. જો કે ભારત અને ચીનની વચ્ચે સીમા પર વિવાદ હાલ સંપુર્ણ રીતે ખતમ નથી થયું.હાલમાં જ વડાપ્રધાન મોદીએ હાલમાં જ અનૌપચારિક ચીન મુલાકાતનાં સમયે પણ સીમા વિવાદ મહત્વનું મુદ્દો બનાવી રહ્યું છે. આ દરમિયાન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે સીમા પર સારા તાલમેલનાં મુદ્દે પગલા ઉઠાવવા અંગે વાત થઇ.