રંગૂનઃ મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટનું સમર્થન કરવું હવે ચીનને ભારે પડી રહ્યું છે. લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર મ્યાનમારની ક્રૂર સેનાનો બચાવ કરવા પર પોતાનો ગુસ્સો ચીની ફેક્ટરીઓ પર કાઢ્યો છે. મ્યાનમારના સૌથી મોટા શહેર યંગૂનમાં ચીનના રોકાણવાળી 32 ફેક્ટરીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓએ આ ફેક્ટરીઓમાં ન માત્ર આગ લગાવી, પરંતુ ઘણાએ લૂંટી લીધી છે. હકીકતમાં મ્યાનમારમાં તખ્તાપલટની પાછળ ચીનનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે લાંબા સમયથી ત્યાંની લોકશાહી સરકારથી ખુશ નહતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

260 કરોડથી વધુનું નુકસાન
મ્યાનમારમાં સ્થિત ચીની દૂતાવાસ અનુસાર, યંગૂનમાં ચીની રોકાણવાળી કુલ 32 ફેક્ટરીઓ પર હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલામાં 36 મિલિયન ડોલર (261 કરોડથી વધુ) રૂપિયાનું નુકસાન થયુ છે. આ હુમલામાં ફેક્ટરીઓમાં કામ કરનાર બે ચીની નાગરિક ઈજાગ્રસ્ત થયા છે. તો ચીની વિદેશ મંત્રાલયે ચીનની ફેક્ટરીઓ પર થઈ રહેલા હુમલા રોકવા અને ચીની કર્મચારીઓ અને ઉધમોની સુરક્ષા નક્કી કરવા માટે મ્યાનમારની સેના સાથે વાત કરી છે. ચીને હુમલો કરનાર પ્રદર્શનકારીઓને દંડિત કરવાનું પણ કહ્યું છે. 


આ પણ વાંચોઃ ધૂળની ડમરીઓમાં ઢંકાયું ચીનનું બીજિંગ શહેર, તસવીર જોઈને તમે પણ ચોંકી જશો


ફેક્ટરીઓ વાળા વિસ્તારમાં માર્શલ લો જાહેર
ચીની સરકારના આ નિવેદન બાદ મ્યાનમારની સૈન્ય  સરકારે ફેક્ટરીઓ વાળા વિસ્તારમાં માર્શલ લો જાહેર કરી દીધો છે. આ તે વિસ્તાર છે જ્યાં રવિવારે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળોએ 37થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મ્યાનમારના સામાન્ય લોકોએ ચીનના આ નિવેદનની ટીકા કરી છે. અહીંના લોકોમાં ચીન વિરુદ્ધ આક્રોશ દિવસે-દિવસે વધી રહ્યો છે. 


સોશિયલ મીડિયામાં મ્યાનમાર વિરુદ્ધ લોકોમાં ગુસ્સો
10 લાખથી વધુ લોકોએ સોશિયલ મીડિયામાં ચીનના નિવેદનની નિંદા કરી છે. એક યૂઝરે લખ્યુ કે, અમે અમારા હિતો માટે ઉભા રહી ચીની દૂતાવાસના નિવેદનની નિંદા કરીએ છીએ. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક લોકોના મોત થવા છતાં સીન સૈન્ય શાસનની નિંદા કરવામાં નિષ્ફળ રહ્યું છે. એક અન્ય યૂઝરે લખ્યુ કે શરમ આવે છે ચીન! તમે બર્મી લોકોની ગેરકાયદેસર હત્યાને નજરઅંદાજ કરો છો અને માત્ર પોતાના સ્વાર્થ માટે બોલો છો. 


આ પણ વાંચોઃ ગંભીર આડઅસરની ફરિયાદના પગલે આ કોરોના રસી પર 5 દેશોએ લગાવી રોક 


મ્યાનમારમાં અત્યાર સુધી 138 પ્રદર્શનકારીઓના મોત
સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે કહ્યું કે, મ્યાનમારમાં એક ફેબ્રુઆરીએ થયેલા સૈન્ય તખ્તાપટલ બાદથી શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા ઓછામાં ઓછા 138 લોકોના મોત થયા છે. વિશ્વ એકમના પ્રવક્તા સ્ટીફન દુજારિકે જણાવ્યુ કે, તેમાંથી 38 લોકોના રવિવારે મોત થયા. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેસ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો વિરુદ્ધ કરવામાં આવી રહેલી હિંસાની નિંદા કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube