ચીનને લાગી રહ્યો છે ભારતથી ભય, FDI પર આપ્યું મોટું નિવેદન
કોરોના વાયરસ (Coronavirus)ના લીધે વિદેશી કંપનીઓને દૂર જવાનો ડર ચીનને સતાવવા લાગ્યો છે. ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના બિઝનેસ ચીનથી સમેટીને ભારત જેવા દેશોમાં લગાવવાનું વિચાર કરી રહી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના લીધે વિદેશી કંપનીઓને દૂર જવાનો ડર ચીનને સતાવવા લાગ્યો છે. ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના બિઝનેસ ચીનથી સમેટીને ભારત જેવા દેશોમાં લગાવવાનું વિચાર કરી રહી છે. આ દરમિયાન ચીનને ઉતાવળમાં ભારત પર એફડીઆઇના નિયમ તોડવાનો આરોપ લગાવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર ચીની દૂતાવાસના પ્રવક્તાએ સોમવારે કહ્યું કે કેટલાક ખાસ દેશોમાંથી એફડીઆઇ માટે ભારતના નવા નિયમ ડબ્લ્યૂટીઓના ગેર-ભેદભાળા સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે અને મુક્ત વેપારની સામાન્ય પ્રવૃતિ વિરૂદ્ધ છે.
અધિકારીએ કહ્યું કે 'વધારાના વિધ્નો' લાગૂ કરનાર નવી નીતિ G20 ગ્રુપમાં રોકાણ માટે એક સ્વતંત્ર, નિષ્પક્ષ, ગેર-ભેદભાવપૂર્ણ અને પારદર્શી વાતાવરણ માટે બનેલી સામાન્ય સહમતિ વિરૂદ્ધ પણ છે.
કેન્દ્ર સરકારે ગત અઠવાડિયે કોરોના વાયરસ મહામારી બાદ ઘરેલૂ કંપનીઓને 'અવસરવાદી અધિગ્રહણ' પર અંકુશ લગાવવા માટે ભારત સાથે ભૂમિ સીમા શેર કરનાર દેશો સાથે વિદેશી રોકાણ માટે સરકારી મંજૂરીને અનિવાર્ય કરી દીધી.
ચીની દૂતાવાસના પ્રવકતા જી રોંગે એક નિવેદનમાં કહ્યું કે ''ભારતીય પક્ષ દ્વારા વિશિષ્ટ દેશો પાસે રોકાણ માટે લગાવવામાં આવેલી વધારાની બાધાઓ ડબ્લ્યૂટીઓના ગેર-ભેદભાવવાળા સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે, અને ઉદારીકરણ તથા વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાની સામાન્ય પ્રવૃતિ વિરૂદ્ધ છે.
તમને જણાવી દઇએ કે કોરોના સંક્રમણના લીધે મોટાભાગની વિદેશી કંપનીઓ ચીનથી બિઝનેસ સમેટવાનું વિચારી રહી છે. આ અનુકૂળ સમયને ભાંપતા ભારતે પણ વિદેશી કંપનીઓ માટે રેડ કાર્પેટ પાથરવાનું કામ શરૂ કરી દીધું છે. વિદેશી કંપનીઓને ભારતમાં બિઝનેસ શરૂ કરવા માટે ઘણી સ્કીમ લાગૂ કરી છે. વિભિન્ન રાજ્ય પણ વિદેશી કંપનીઓ માટે જમીન શોધી રહી છે જેથી ઓછા સમયમાં આ કંપનીઓ ચીનમાંથી પોતાના ઉદ્યોગ હટાવીને ભારતમાં વેપાર શરૂ કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર