પેઇચિંગઃ ચીને ક્વાડને લઈને ફરી ઝેર ઓક્યું છે. ચીને કહ્યું કે, તે ક્વાડ સિક્યોરિટી ડાયલોગનો વિરોધ કરે છે. ચીની વિદેશ મંત્રાલયે તે દાવો કર્યો કે ક્વાડને કારણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં વિવાદ વધી શકે છે. પાછલા શુક્રવારે અમેરિકાની રાજધાની વોશિંગટનમાં થયેલી ક્વાડ સમિટને લઈને ચીનના હોશ ઉડી ગયા છે. આ સમિટમાં પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાની પ્રધાનમંત્રી યોશિહિડે સુગા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને પ્રત્યક્ષ રૂપથી ભાગ લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના ખતરાને વધારીને રજૂ કરવાનો આરોપ
સોમવારે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કેટલાક દેશો પર ચીનથી કથિત રૂપથી ઉભા થયેલા ખતરાને વધારીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે, અમે ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાન વચ્ચે ક્વાડ પર ધ્યાન આકર્ષિત કર્યું છે. અમે આ અલગ-અલગ દેશોના ચીનની સાથે સંબંધોમાં કલહ પેદા કરવાને લઈને આકરો વિરોધ પણ વ્યક્ત કર્યો છે. 


ચીન બોલ્યું- ક્વાડને નહીં મળે સમર્થન
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને કહ્યુ હતુ કે ચારેય દેશોના સમૂહે કોઈ ત્રીજા દેશ અને તેના હિતોને નિશાન ન બનાવવા જોઈએ. તેણે કહ્યુ કે, ચીન હંમેશા માને છે કે કોઈપણ ક્ષેત્રીય સહયોગ તંત્રને કોઈ ત્રીજા પક્ષને લક્ષિત ન કરવું જોઈએ કે તેના હિતોને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કોઈ ત્રીજા દેશ વિરુદ્ધ ક્લોઝ્ડ ગ્રુપની રચના હાલના સમય અને પ્રાદેશિક દેશોની ઈચ્છાઓ વિરુદ્ધ છે. તેને કોઈ સમર્થન મળશે નહીં. 


આ પણ વાંચો- પૂર્વ અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીનું ફેસબુક પેજ હેક, હેકર બોલ્યા- તાલિબાનને માન્યતા આપે દુનિયા


ક્વાડમાં ચીન વિરુદ્ધ બની રણનીતિ?
ક્વાડની શુક્રવારે યોજાયેલી બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતો બાઇડેને કહ્યુ હતુ કે આ સંગઠન ચાર લોકતાંત્રિક દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યુ કે, ક્વાડના બધા દેશ ભવિષ્ય માટે સમાન દ્રષ્ટિ રાખે છે. પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના ભાવમાં ક્વાડ દેશો વચ્ચે સહયોગ વધારવા અને વેક્સીનને લઈને વ્યાપાર સુધી બધા ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવા પર ભાર આપ્યો. બધા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ચીનનું નામ લીધા વગર નિશાન સાધતા ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં સ્વતંત્ર શિપિંગની વાત પુનરાવર્તિત કરી હતી. 


ગ્લોબલ ટાઇમ્સનું વિવાદિત નિવેદન
ચાઇનીઝ મીડિયા ગ્લોબલ ટાઇમ્સે પણ ક્વાડ વિશે ઝેર ફેલાવ્યું છે. ચીનના આ સરકારી અખબારે તેના સંપાદકીયમાં ધમકીભરી રીતે લખ્યું છે કે ચીનને નિયંત્રિત કરવાની અમેરિકાની વ્યૂહરચનાને અનુસરતા ત્રણ દેશો ખૂબ આગળ વધી જશે. તેઓ તોપનો ઘાસચારો બનશે કારણ કે ચીન તેના હિતોનું રક્ષણ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube