નવી દિલ્હી : બેનામી સંપત્તીઓ અને ટેક્સચોરી પર સકંજો કસવા માટે મોટી સરકારની રિવાઇજ્ડ ટેક્સ ઇન્ફર્મેંટ્સ રિવોર્ડ સ્કીમનો ચીન પણ દિવાનું થઇ ચુક્યું છે. ગ્લોબલ ટાઇમ્સે પોતાનાં એક લેખમાં લખ્યું છે કે બેનામી સંપત્તિ અને ટેક્સ ચોરીની  માહિતી આપનારા લોકોને ભારતની જેમ મોટી રકમ ઇનામમાં આપવાની વ્યવસ્થાથી ચીનને પણ સીખ લેવી જોઇએ. ભારતે આ યોજના હેઠળ માહિતી આપનાર વ્યક્તિને 50 લાકથી માંડીને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ ટાઇમ્સનાં આ લેખનું શીર્ષક જ છે કે ચીન ભારતનાં ટેક્સ મુખબીર ઇનામની વ્યવસ્થામાંથી ઘણુ બધુ શીખી શકે છે. આ લેખમાં ભારતમાં અપનાવાયેલી ઇનામ વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું કે, ચીનમાં આ રકમ એટલી નથી. લેખનાં અનુસાર ચીનમાં આ પ્રકારનાં મુખબિરી માટે મહત્તમ ઇનામ 1 લાખ યુઆન( આશરે 10 લાખ 44 હજાર રૂપિયા) છે. ચીનમાં લોકોને પોતાનાં વાસ્તવિક નામથી માહિતી આપવા માટે બાધ્યતા છે, જ્યારે ભારતમાં માહિતી આપનારા વ્યક્તિની ઓળખને ગુપ્ત રાખવા માટેની વ્યવસ્થા છે. 

લેખમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાંથી  સીખતા ચીન આ ઇનામી રકમને વધારી શકે છે. એટલું પણ કહેવામાં આવ્યું છે કે, મુખબિરી કરનાર વ્યક્તિને માહિતી અને તેની અંગત સુરક્ષાની વ્યવસ્થા કરવી ખુબ જ જરૂરી છે. જો કે તે વાતની પણ તાકીદ કરવામાં આવી છે કે, ટેક્સ ચોરી સંદર્ભમાં માત્ર મુખબિરોની માહિતી પર ભરોસો કરવો યોગ્ય નથી. આ માત્ર સેકન્ડરી ઓપ્શન હોઇ શકે છે. લેખના અનુસાર ટેક્સ વ્યવસ્થાને પ્રભાવશાળી બનાવવા અને ઇનકમમ ગેપને કામ કરવા માટે ટેક્સ રિફોર્ટની સાથે સાથે વધારેમાં વધારે ઉપયોગ કરવાની જરૂર છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં બેનામી સંપત્તીઓ પર શકંજો કસવા માટે નાણામંત્રાલયે એક કરોડ રૂપિયાનાં ઇનામ આપવાની યોજના ચાલુ કરી છે. જેનાં હેઠળ કોઇ વ્યક્તિ બેનામી પ્રોહિબિશન યૂનિટ્સમાં જોઇન્ટ અથવા એડિશનલ કમિશ્નર સમક્ષ કોઇ એવી સંપત્તિ અંગે માહિતી આપે છે તો તેને ઇનામ મળશે. નાણામંત્રાલયનાં આદેશ અનુસાર આવી સંપત્તીની માહિતી ઇન્કમ ટેક્સ વિભાગનાં ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટોરેટને હોવી જોઇએ. એવું કરવા અંગે સંબંધિત વ્યક્તિને વિભાગની તરફથી 5 કરોડ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે.