અમેરિકાની ચીનને ચેતવણી, દક્ષિણ ચીન સમુદ્રમાં ડ્રેગન સૈન્ય ગિતિવિધિઓ બંધ કરે
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ શનિવારના આસિયાન દેશોના સભ્યના આ નિવેદનનું સ્વાગત કર્યું કે દક્ષિણ ચીન સાગર વિવાદોને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઉકેલ લાવવો જોઇએ અને કહ્યું કે, ચીનને દક્ષિણ ચાઇના સમુદ્રને તેનું દરિયાઇ સામ્રાજ્ય માનવાની મંજૂરી આપી શકાતી નથી.
નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ શનિવારના આસિયાન દેશોના સભ્યના આ નિવેદનનું સ્વાગત કર્યું કે દક્ષિણ ચીન સાગર વિવાદોને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઉકેલ લાવવો જોઇએ અને કહ્યું કે, ચીનને દક્ષિણ ચાઇના સમુદ્રને તેનું દરિયાઇ સામ્રાજ્ય માનવાની મંજૂરી આપી શકાતી નથી.
આ પણ વાંચો:- ચીન માટે અમેરિકાએ બનાવ્યો જબરદસ્ત પ્લાન, ડ્રેગન માટે બચવું મુશ્કેલ
પોમ્પિયોએ ટ્વિટ કર્યું કે, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા ASEAN નેતાઓના આ આગ્રહનું સ્વાગત કરીએ છે કે, દક્ષિણ ચીન સમુદ્રના વિવાદને આંતરરાષ્ટ્રીય કાયદા અનુરૂપ ઉકેલવામાં આવવો જોઇએ. જેમાં UNCLOS (સમુદ્ર કાયદા માટે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન) પણ સામેલ છે. ચીનને SCSએ તેમનું દરિયાઈ સામ્રાજ્ય માનવાની મંજૂરી આપી શકાતી નથી. અમે આ વિષય પર જલદી વધુમાં જણાવી શું.
શુક્રવારના 36મી આસિયાન શિખર સંમેલન બાદ બ્લોકના સભ્યો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. બ્લોકના સભ્યોએ દક્ષિણ ચીન સમુદ્રમાં હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:- દુનિયામાં કોરોનાના કેસ એક કરોડ પાર, 90% ટકા કેસ ત્રણ મહિનામાં નોંધાયા
આસિયન નેતાઓએ દક્ષિણ ચીન સમુદ્ર પર શાંતિ, સુરક્ષા, સ્થિરતા, રક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા અને SCS પર ઉડાનને બઢત આપવી અને 1982 UNCLOS સહિત દક્ષિણ ચીન સમુદ્રમાં કામ કરવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય કાયદો બનાવી રાખવાના મહત્વ પર ભાર આપ્યો છે. આસિયાન નેતાઓએ આ વાત પર ભાર આપ્યો કે, દક્ષિણ ચીન સમુદ્રમાં ચાલી રહેલી સૈન્ય ગતિવિધિઓનાં સંચાલન વિવાદોને જટિલ અથવા શાંતિ તેમજ સ્થિરતાને પ્રભાવિત કરશે. તેથી આવા કાર્ય ટાળો જે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે.
હોંગકોંગમાં માનવાધિકારોના ઉલ્લંઘન પર ચોતરફથી ઘેરાયું ચીન, અમેરિકાએ લગાવ્યા આ પ્રતિબંધ
નિવદેનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, 1982ના UNCLOS સમેત આંતરરાષ્ટ્રીય કાયદાને સાર્વભૌમિક માન્યતા પ્રાપ્ત સિદ્ધાંતોની અનુસાર વિવાદોને શાંતિપૂર્ણ સમાધાન કરવાનું હશે.
દક્ષિણ ચીન સાગરમાં ઘણા દ્વીપો અને ક્ષેત્રો પર બેઇજિંગે તેનો હક જમાવ્યો છે. પરંતુ ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ અને બ્રુનેઈ સહિત અન્ય દેશોએ આ ક્ષેત્ર પર તેમનો દાવો રજૂ કર્યો છે. આ પહેલા, પોમ્પિયોએ 2 જૂનના ટ્વિટ કર્યું હતું કે, ચીનને બિન કાયદાકીય દક્ષિણ ચીન સમુદ્રી દાવાનો વિરોધ કરવા માટે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને એક પત્ર મોકલ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube