દુનિયામાં કોરોનાના કેસ એક કરોડ પાર, 90% ટકા કેસ ત્રણ મહિનામાં નોંધાયા
Trending Photos
નવી દિલ્હી: દુનિયામાં કોરોના વાયરસની એન્ટ્રીને 6 મહિના પૂરા થવાની સાથે દર્દીઓની સંખ્યા હવે એક કરોડ પાર પહોંચી ગઈ છે. વર્લ્ડોમીટર મુજબ મોડી રાતે કોરોનાના દર્દીઓની સંખ્યા 1,00,81,545 થઈ છે. જ્યારે 5,01,298 લોકોના મૃત્યુ થયા છે. જો કે 54,58,369 લોકો રિકવર પણ થયા છે. હકીકતમાં ગરમીમાં કોરોના વાયરસ નબળો પડવાનની સારી ગણતરીઓ ખોટી પડી અને જૂનમાં પ્રતિદિન સવાલ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. કોરોનાના 67 ટકા એટલે કે બે તૃતિયાંશથી વધુ દર્દીઓ તો ફક્ત મે અને જૂનમાં જ જોવા મળ્યાં છે. મેમાં રોજ સરેરાશ લગભગ એક લાખ અને જૂનમાં સરેરાશ એક લાખ 35 હજાર દર્દીઓ નવા આવી રહ્યાં છે. જ્યારે 90 ટકા કોરોનાના કેસ એપ્રિલ-મે-જૂનમાં સામે આવ્યાં છે.
કોરોનાએ માર્ચ મહિનામાં સૌથી વધુ એક લાખ 90 હજારથી વધુ લોકોના જીવ લીધા. તે સમયે ઈટાલી, ફ્રાન્સ, સ્પેનમાં આ મહામારી ચરમસીમાએ હતી અને અમેરિકામાં તેણે કહેર મચાવવાનો શરૂ કર્યો હતો. મે-જૂનમાં કેસ તો વધ્યા છે પરંતુ તેમાંથી 60 ટકાથી વધુ લક્ષણો વગરના દર્દીઓ છે અને આવા કેસમાં કઈંક અંશે મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.
38 દેશોએ મેળવી જીત
દુનિયામાં નાના મોટા એા 38 દેશો છે જેમણે કોરોના પર જીત મેળવી છે અથવા તો તેની નજીક છે. જ્યારે તવાલુ, નાતુ, સોલોમન ટાપુઓ જેવા 9 નાના ટાપુ દેશો છે જ્યાં કોરોના પહોંચ્યો જ નથી. ન્યૂઝિલેન્ડ પણ તાજેતરમાં કોરોનામુક્ત થયું હતું પરંતુ પાછા નવા કેસ આવી ગયાં.
ભૂતાન-શ્રીલંકાને મળી સફળતા
ભારતના પાડોશી દેશ ભૂતાન-શ્રીલંકા અને મ્યાંમારને કોરોના પર સફળતા મળી છે. ભૂતાનમાં એક પણ એક્ટિવ દર્દી નથી ત્યાં શ્રીલંકા અને મ્યાંમારમાં એક દર્દી જ હોસ્પિટલમાં છે.
અમેરિકી મહાદ્વિપમાં જ અડધા દર્દીઓ
કોરોના અમેરિકી મહાદ્વિપો પર સૌથી મોટી આફત બનીને કહેર વર્તાવી રહ્યો છે. ઉત્તર અમેરિકામાં અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં 28 લાખથી વધુ દર્દીઓ છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ, પેરુ, ચીલી, વગેરે મળીને 20 લાખ જેટલા લોકો સંક્રમિત થયા છે. અમેરિકા અને બ્રાઝિલમાંમ રોજ લગભગ 40-40 હજાર નવા કેસ આવી રહ્યાં છે.
મહિના પ્રમાણે નવા દર્દીઓ
જાન્યુઆરી- 11,950
ફેબ્રુઆરી- 74,656
માર્ચ- 7,78139
એપ્રિલ- 24,05,465
મે- 29,87,948
જૂન- 36,51,847
સૌથી વધુ મોત
જાન્યુઆરી-259
ફેબ્રુઆરી-2718
માર્ચ-41097
એપ્રિલ-190932
મે- 142001
જૂન-119984
સંકેત
54 ટકા સંક્રમિત દર્દીઓ સાજા થયા
41 ટકા હજુ પણ એક્ટિવ દર્દીઓ
05 ટકા દર્દીઓના મૃત્યુ થયા
10 દેશમાં 66 ટકા કેસ
અમેરિકા-25.72%
બ્રાઝિલ-12.89%
રશિયા-6.32%
ભારત-5.14%
સ્પેન-2.97%
બ્રિટન-3.12%
પેરુ-2.74%
ચિલી-2.65%
જર્મની-1.96%
ઈટાલી-2.42%
અન્ય-34.15%
જુઓ LIVE TV
ક્યાં કેટલા મૃત્યુ
અમેરિકા-25.64%
બ્રાઝિલ-12.03%
બ્રિટન-8.73%
ઈટાલી-6.98%
સ્પેન-5.70%
ફ્રાન્સ-5.99%
ભારત-3.12%
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે