બેઇજિંગઃ ચીનમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. સરકાર અને તંત્ર કોરોનાને રોકવા માટે અનેક ઉપાયો કરી રહ્યાં છે. ચીનની રાજધાની બેઇજિંગ, શાંઘાઈ સહિત તમામ શહેરોમાં આકરી નજર રાખવામાં આવી રહી છે. સ્થિતિ એવી છે કે ચીનની સરકાર પોતાના નાગરિકો પર અત્યાચાર કરી રહી છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં પીપીઈ કીટ પહેરીને ચીનના સ્વાસ્થ્ય કર્મી લોકોને મારી રહ્યાં છે. જોવા મળ્યું છે કે ઝીરો કોવિડ પોલિસીને લઈને ચીન કઈ હદ સુધી પહોંચી ગયું છે. લોકોને પકડી-પકડી તેના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. ચીનના 27 શહેરોમાં લોકડાઉન છે અને 16 કરોડથી વધુ લોકો ઘરોમાં કેદ છે. સૌથી ખરાબ સ્થિતિ શાંઘાઈ અને બેઇજિંગની છે.


કોરોના ટેસ્ટ કરવા લોકો સાથે બળજબરી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પીપીઈ કિટમાં રહેલાં સ્વાસ્થ્ય કર્મીઓ કોરોના ટેસ્ટ કરવા માટે લોકો સાથે બળજબરી કરી રહ્યાં છે. લોકોને પડકી પડકીને ટેસ્ટ માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. કોરોનાના કેસ વધતા શહેરોમાં ક્વોરેન્ટાઈન સેન્ટરો બનાવવામાં આવ્યા છે. જ્યાં હજારો કોરોને કેદ કરવામાં આવ્યા છે. સરકારના નિયમોથી લોકો પરેશાન થઈ ગયા છે. હવે દુનિયા પણ કમ્યુનિસ્ટ સરકારની કાર્યશૈલી જોઈ રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube