China Plane Crash: ચીનમાં મોટી વિમાન દુર્ઘટના, 132 મુસાફરોને લઈને જતું બોઈંગ 737 પ્લેન ક્રેશ
China Plane Crash: ચીનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ચીનનું Boeing 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે.
નવી દિલ્હી: ચીનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ચીનનું Boeing 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે વિમાનમાં કુલ 132 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં જાનહાનિ અંગે હાલ કોઈ જાણકારી સામે આવી નથી. સ્ટેટ મીડિયાએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
બોઈંગ 737 અચાનક ક્રેશ
સ્ટેટ મીડિયાના રિપોર્ટ મુજબ બોઈંગ 737 વિમાને 132 મુસાફરો સાથે ઉડાણ ભરી હતી. પરંતુ તે અચાનક ક્રેશ થઈ ગયું. હજુ એ સ્પષ્ટ થયું નથી કે આખરે આ વિમાન ક્રેશ કેવી રીતે થયું. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરોના આ અકસ્માતમાં મોત નિપજ્યા હોઈ શકે છે. પરંતુ હજુ સુધી તેની કોઈ જ અધિકૃત જાહેરાત કરાઈ નથી.
Kunming થી ભરી હતી ઉડાણ
ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ ચીનનું ઈસ્ટર્ન એરલાઈન્સનું આ બોઈંગ 737 વિમાન Kunming થી Guangzhou તરફ જઈ રહ્યું હતું. Guangxi પ્રાંત નજીક અચાનક વિમાનમાં આગ લાગી ગઈ અને તે પહાડો વચ્ચે તૂટી પડ્યું. જેના કારણે પહાડોમાં પણ આગની જ્વાળાઓ જોવા મળી. ઘટનાની ખબર મળતા જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
MU 5735 વિમાને દક્ષિણ પશ્ચિમ ચીનના યુન્નાન પ્રાંતમાં Kunming શહેરના Changshui એરપોર્ટથી 1.15 વાગે ઉડાણ ભરી હતી. આ વિમાને 3 વાગ્યા સુધીમાં Guangdong પ્રાંતના Guangzhou પહોંચવાનું હતું. પરંતુ તે પહેલા જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે માત્ર સાડા છ વર્ષ જૂનું હતું. જૂન 2015માં એરલાઈન્સે તે લીધુ હતું. MU 5735 માં કુલ 162 સીટ હતી જેમાંથી 12 બિઝનેસ ક્લાસ અને 150 ઈકોનોમી ક્લાસની હતી.
અત્રે જણાવવાનું કે આ અગાઉ આજે અન્ય એક દુર્ઘટના પણ ઘટી જેમાં દિલ્હીથી ઉડેલી કતાર એરવેઝની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ વિમાન દોહા જઈ રહ્યું હતું. જેમાં લગભગ 100 મુસાફરો સવાર હતા. ત્યારબાદ તમામ મુસાફરોને અન્ય વિમાન દ્વારા દોહા રવાના કરવામાં આવ્યા.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube