બેઈજિંગ: એક આંતરિક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે વૈશ્વિક રીતે ચીન વિરોધી ભાવનાઓ હાલ ચરમસીમાએ છે. રોયટર્સના જણાવ્યાં મુજબ રિપોર્ટમાં સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાયરસ પ્રકોપના કારણે ચીન વધતા આક્રોશનો સામનો કરી રહ્યું છે. જેના કારણે અમેરિકા સાથે તેના સંબંધ બગડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ જે સૌથી પહેલા ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો, તેણે વિશ્વસ્તરે અત્યાર સુધી 3 મિલિયનથી વધુ લોકોને સંક્રમિત કર્યા છે અને આ કારણે લગભગ 2 લાખ જેટલા લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. 


નવા વાયરસના મિશન પર ચીનની 'BATWOMAN'? કોરોના બનાવવાનો છે આરોપ


રાજ્ય સુરક્ષા મંત્રાલયે ચીનના આ રિપોર્ટને ગત મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત બેઈજિંગના ટોચના નેતાઓને સોંપ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું હતું કે ચીને અમેરિકા સાથે સશસ્ત્ર ઘર્ષણની સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવાની જરૂર છે. આ રિપોર્ટ ચીની રક્ષા મંત્રાલય સંલગ્ન એક થિંક ટેન્ક ચાઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ કન્ટેમ્પરરી ઈન્ટરનેશનલ રિલેશન્સ (CICIR) દ્વારા તૈયાર કરાયો હતો જે ચીનની ટોચની ગુપ્તચર એજન્સી છે. 


બંને દેશો વચ્ચે વધતું અંતર
ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધ છેલ્લા કેટલાક દાયકાથી તેમના સૌથી ખરાબ સ્તરે જોવા મળી રહ્યાં છે. અયોગ્ય વેપાર અને ટેક્નોલોજી કાર્યોને લઈને અમેરિકાના અવિશ્વાસ અને મનમોટાવથી શરૂ થતા હોંગકોંગ, તાઈવાન, દક્ષિણ ચીન સાગરના વિવાદિત વિસ્તારો પર તકરાર સુધી , અમેરિકા અને ચીન વચ્ચે સંબંધમાં અંતર વધતું જાય છે. કોરોના વાયરસે હજારો અમેરિકી લોકોના જીવ લીધા છે અને અમેરિકાની અર્થવ્યવસ્થાને તબાહ કરી છે. 


ચીનની વુહાન લેબમાં જ તૈયાર થયો છે કોરોના વાયરસ, મારી પાસે પુરાવા છે: ટ્રમ્પ


અણેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સતત આલોચના કરી રહ્યાં છે અને ચીન પર નવા ટેરિફ પણ લગાવવાની ધમકી આપી રહ્યાં છે. આ બધા વચ્ચે તેમનું પ્રશાસન ચીન જોડે બદલો લેવા માટેના નવા તરીકા ઉપર પણ વિચાર કરી રહ્યું છે. 


તેનાથી ઉલટુ, ચીનમાં વ્યાપક સ્તરે માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા વિકસતા ચીનને નિયંત્રિત કરવા માંગે છે, જે અર્થવ્યવસ્થા વધવાના કારણે વિશ્વસ્તર પર વધુ મજબુત બન્યું છે. 


અંતે રિપોર્ટમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે વોશિંગ્ટન, ચીનના ઉદયને આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાના જોખમ અને પશ્ચિમી લોકતંત્ર માટે એક પડકાર તરીકે જુએ છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે અમેરિકાનું લક્ષ્ય જનતાના વિશ્વાસને ઓછો કરીને સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીને હટાવવાનો છે. 


ચીન કોવિડ-19 વિરુદ્ધની વૈશ્વિક લડાઈમાં અગ્રણી ભૂમિકા ભજવવાની કોશિશ કરી રહ્યું છે. જેમાં અમેરિકા અને અન્ય દેશો માટે તેણે ડોનેશન અને ચિકિત્સા ઉપકરણોના વેચાણ અને પોતાના અનુભવ શેર કરવા જેવી બાબતો સામેલ છે. પરંતુ ચીને એવા ટીકાકારોના દ્વેષનો પણ સામનો કરવો પડી રહ્યો છે જે તેને આ મહામારી માટે જવાબદાર ઠેરવે છે. 


કોરોનાના કારણે અમેરિકા-ચીન વચ્ચે મહાયુદ્ધના ભણકારા! જાણો યુદ્ધના મેદાનમાં કોણ વધુ શક્તિશાળી?


ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર ચીનને લઈને પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ હવે WHOને ફંડ આપશે નહીં. ઓસ્ટ્રેલિયાની સરકારે પણ વાયરસની ઉત્પતિ અને તેના ફેલાવાને લઈને એક આંતરરાષ્ટ્રીય તપાસની માગણી કરી છે. 


ગત મહિને ફ્રાન્સે ચીની દુતાવાસની વેબસાઈટ પર પ્રકાશિત એક લેખના વિરોધમાં ચીનના રાજદૂતને તલબ કર્યા હતા. આ લેખમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે પશ્ચિમી દેશોના પ્રયત્નોની આલોચના કરાઈ હતી. 


અંતે રિપોર્ટમાં....
રિપોર્ટથી જાણવા મળે છે કે ચીન વિરોધી ભાવના ચીનના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ પ્રોજેક્ટ્સના વિરોધને વધુ ભડકાવી શકે છે અને અમેરિકા ક્ષેત્રીય સહયોગીઓને આર્થિક અને સૈન્ય સમર્થન આપીને એશિયામાં સુરક્ષા સ્થિતિઓને વધુ લચીલી બનાવી શકે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube