બીજિંગ: અલ્પસંખ્યકો (Minorities) ના પ્રત્યે ચીન (China) નો ક્રૂર ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન અલ્પસંખ્યક કેદીઓના દીલ, કિડની, લિવર નિકાળી રહ્યું છે. આમ તો ચીનમાં વીગર મુસ્લિમો (Uyghurs Muslims) સથે ક્રૂરતાના સમાચારો સામે આવતા રહે છે, પરંતુ આ ખુલાસો એકદમ ચોંકાવનારો છે. તો બીજી તરફ યૂનાઇટેડ નેશન હાઇ કમિશ્નર ફોર હ્યુમન રાઇટ્સ (OHCHR) એ રિપોર્ટ્સ પર આશ્વર્ય વ્યક્ત કરતાં કહ્યું કે આ એકદમ ગંભીર મામલો છે અને તેના માટે અવાજ ઉઠાવવો જોઇએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: India માં મળ્યા 120 થી વધુ Mutation, 8 છે સૌથી ખતરનાક, સ્ટડીમાં થયો આ ખુલાસો


તેમને બનાવવામાં આવે છે નિશાન
રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવ્યું છે કે ચીનની કેદમાં રહેતા મુસ્લિમ, તિબ્બતી અને ક્રિશ્વિયનો (Uyghur Muslims, Tibetans and Christians) સાથે ક્રૂરતા કરવામાં આવી રહી છે. તેમણે બળજબરીપૂર્વક લોહીની તપાસ કરાવવા અને અંગોના ટેસ્ટ માટે મજબૂર કરવામાં આવે છે, જ્યારે અન્ય કેદીઓ સાથે આમ કરવામાં આવતું નથી. યૂનાઇટેડ નેશન હાઇ કમિશ્નર ફોર હ્યૂમન રાઇટ્સ (OHCHR) ના અનુસાર બળજબરીપૂર્વક અંગો નિકાળવાની ઘટના ખાસકરીને તે લોકો સાથે થઇ રહી છે જે ચીનમાં અલ્પસંખ્યક છે અને સરકારની કેદમાં છે. મોટાભાગના કેદીઓને એ પણ ખબર નથી કે તેમને કેમ રાખવામાં આવ્યા છે. 


Medical Specialists પણ આપી રહ્યા છે સાથ
માનવાધિકાર વિશેષજ્ઞોનું કહેવું છે કે મોટાભાગના કેદીઓના દિલ, કિડની, લીવર સહિત શરીરના અન્ય મહત્વપૂર્ણ અંગ નિકાળવામાં આવી રહ્યા છે. આ કામમાં સ્વાસ્થ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ જેવા કે સર્જન અને અન્ય મેડિકલ સ્પેશિયાલિસ્ટ સામેલ છે. OHCHR ના અનુસાર હ્યુમન રાઇટ્સ એક્સપર્ટ્સએ સૌથી પહેલાં આ મુદ્દો 2006 અને 2007 માં ચીની સરકાર સામે ઉઠાવ્યો હતો, પરંતુ સરકારે ડેટા ઉપલબ્ધ ના હોવાની વાત કહી હતી. આ ઉપરાંત માનવાધિકાર સાથે જોડાયેલા એક સંગઠને પણ ચીનમાં એક ખાસ સમુદાયના લોકોના શરીરના અંગ નિકાળવાની વાત કહી હતી.  

Corona ની બીજી લહેર પુરી થઇ નથી અને ત્રીજી લહેરની તૈયારી, October સુધી દેશમાં એન્ટ્રી કરી શકે છે Third Wave


ગુલામ ની માફક રહે છે Uyghurs
આ નવા ખુલાસા બાદ વિશેષજ્ઞોએ હવે ચીનને જવાબ આપવા માટે કહ્યું છે. સાથે સાથે એ પણ કહ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર મશીનરીને સ્વતંત્ર રૂપથી માનવ અંગ નિકાળવાના મુદ્દે તપાસ કરવાની અનુમતિ આપી. અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં મોટાપાયે અલ્પસંખ્યકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ખાસકરીને વીગર મુસ્લિમોને ચીનની સરકારે ગુલામ બનાવીને રાખ્યા છે. તેમને શિબિરોમાં રાખવામાં આવે છે, બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે છે અને જે પણ તેના વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube