બીજિંગ: ચીન લાંબા સમયથી તાઇવાન (Taiwan)પર પોતાનો દાવો કરતું આવ્યું છે અને તાઇવનનું સમર્થન કરનાર બીજા દેશોને પણ ધમકાવે છે. આ દરમિયાન ભારતમાં તાઇવાન (India-Taiwan Relation) ને લઇને વધતા સમર્થન જોઇ ચીન સ્તબ્ધ થઇ ગયું છે. ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સ (Global Times)ના સંપાદકે સીધી ધમકી આપી છે કે જો ભારતીય શક્તિઓ તાઇવાનને લઇને રમે છે તો ચીન પૂર્વોત્તરને ભારતથી અલગ કરવાની કાર્યવાહી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિક્કિમને અલગ કરવાની ધમકી
ગ્લોબલ ટાઇમ્સના સંપાદક હૂ શિજિન  (Hu Xijin) એ ટ્વિટ કર્યું, ''જો ભારતની સામાજિક તાકાતો તાઇવાન મુદ્દે રમે છે, તો તેમને ખબર હોવી જોઇએ કે અમે પૂર્વોત્તર ભારતમાં અલગાવાદી તાકતોનું સમર્થન કરી શકીએ છીએ અને સિક્કિમને અલગ કરી શકીએ છીએ. આ રીતે અમે જવાબી પગલું ભરી શકીએ છીએ. ભારતીય રાષ્ટ્રવાદીઓને આત્મચિંતન કરવું જોઇએ. તેમનો દેશ નાજુક છે.''
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube