નવી દિલ્હી: ભલે ચીન ભારત સાથે પોતાના સંબંધો મજબુત કરવાની વાત કરી રહ્યું હોય પરંતુ હકીકત કઈંક અલગ જ છે. ચીન સતત પાકિસ્તાનની સેના અને નેવીને ભારત વિરુદ્ધ મજબુત કરવાની કોશિશમાં લાગ્યું છે. એક રિપોર્ટ મુજબ ચીન જ્યાં પાકિસ્તાનને 8 સબમરીન આપવાનું છે ત્યાં પાકિસ્તાનને તે આવનારા કેટલાક દિવસોમાં જંગી જહાજથી લઈને મિસાઈલ અને કોમ્બેટ ડ્રોન પણ સપ્લાય કરી શકે છે. એટલું જ નહીં પરંતુ વિશાળ સંખ્યામાં પાકિસ્તાની નેવીના અધિકારીઓ ચીનના વુહાન નેવલ બેઝમાં જોવા મળ્યાં છે, જે ચીનની નેવી પાસેથી નવા હથિયારોની ટ્રેનિંગ લઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ મુજબ ચીન પાકિસ્તાની નેવીને સૌથી વધુ મજબુત કરવામાં લાગ્યું છે. હકીકતમાં ચીનની નેવીને ભારતીય સમુદ્રી સરહદમાં સૌથી વધુ પડકાર ભારતીય નેવી તરફથી મળી રહ્યો છે. આ જ કારણસર ચીન ભારતીય નેવીને તેની જ સમુદ્રી સીમામાં ઘેરવા માટે પાકિસ્તાનની નેવીને ચૂપચાપ મદદ કરી રહ્યું છે. 


ચીન અને પાકિસ્તાન વચ્ચે નવી ડીલ
ચીન પાકિસ્તાનને મોટી સંખ્યામાં એન્ટી સબમરીન હેલિકોપ્ટર આપી રહ્યું છે. જેને ASW પણ કહેવાય છે. તેના દ્વારા પાણીમાં છૂપાયેલા દુશ્મન દેશની સબમરીનને ખતમ કરી શકાય છે. 


ચીન પાકિસ્તાનને આપી રહ્યું છે આ હથિયારો


મધ્યમ લોંગ રેંજ સરફેસ ટુ એર મિસાઈલ
કોમ્બેટ એરિયલ વ્હીકલ
મિસાઈલ કોવેરતી
પ્રોજેક્ટ હંગોર હેઠળ 8 સબમરીન


ચીન ગ્વાદર પોર્ટ પર બનાવી રહ્યું છે નવો બેઝ
એક રિપોર્ટ મુજબ ચીનના નેવલ એન્જિનિયરની ટીમ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટમાં કેટલાય મહિનાઓથી હાજર છે. ચીન પાકિસ્તાનના આ નેવલ બેસ પર ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ એટલે કે FOB બનાવી રહ્યું છે. જેના દ્વાર તે જરૂર પડ્યે ઈન્ડિયન નેવી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. 


કરાંચીના નેવલ બેસ પર પાક પરમાણુ સબમરીન હાજર
ચીનથી મળેલા પરમાણુ રિએક્ટરની મદદથી પાકિસ્તાને કરાંચી નેવલ બેઝ પર પોતાની પરમાણુ સબમરીનની તહેનાતી કરી છે. એટલું જ નહીં પરંતુ સબમરીનના કોમ્યુનિકેશન નેટવર્કને મજબુત કરવા માટે પાકિસ્તાન નવું VLF સ્ટેશન બનાવી રહ્યું છે. VLFની મદદથી પાકિસ્તાન અનેક કિલોમીટર દૂર ઊંડા પાણીમાં હાજર પોતાની સબમરીન સાથે કોમ્યુનિકેશન કરી શકે છે.