નવી દિલ્હી: દુનિયામાં વધતા તકનીકી વિકાસથી હવે દેશો વચ્ચેના યુદ્ધના મેદાનમાં પરિવર્તન આવ્યું છે. હવે જંગ યુદ્ધના મેદાનની જગ્યાએ સાયબર સ્પેસમાં (Cyberspace) વધુ લડવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન ફર્મએ કર્યો ખુલાસો
આઇટી નિષ્ણાતોના મતે, આ જંગમાં દેશોના હથિયારો માલવેર છે. બીજી બાજુ, હેકર્સ અને સાયબર સિક્યુરિટી નિષ્ણાંતો આ જંગના યોદ્ધા છે. આ જંગનો હેતુ અન્ય દેશોમાંથી શક્ય તેટલો ડેટા ચોરી કરવાનો છે. અમેરિકામાં સ્થિત સાયબર સિક્યુરિટી ફર્મના રિપોર્ટ અનુસાર ચીન (China) આ મામલામાં મોખરે છે. તે તેના દુશ્મન દેશો પર સાયબર એટેક (Cyber Attack) કરી રહ્યું છે. આ સાથે, તેમના મૈત્રીપૂર્ણ દેશોનો ડેટા ચોરીને તેમને પણ પેરાલાઈઝ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:- Health Ministry એ કહ્યું- દેશમાં કોરોના કહેર ઓછો થયો, રિકવરી રેટમાં વધારો


ચીન કરી રહ્યું છે સાયબર એટેક
ગુરુવારે, વિશ્વની સૌથી મોટી એન્ટરપ્રાઇઝ સિક્યુરિટી ઇન્ટેલિજન્સ 'Recorded Future' એ આ સાયબર જાસૂસી પ્રવૃત્તિનો ખુલાસો કર્યો છે. સંસ્થાએ કહ્યું હતું કે, ચીન દ્વારા પ્રાયોજિત હેકરો ઇન્ડિયન ડિફેન્સ રિસર્ચ અને અન્ય સંસ્થાઓને નિશાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. રિપોર્ટમાં ચીન (China) સંબંધિત એક સંસ્થા RedFoxtrot સાયબર એટેકના કામમાં લાગી ગઈ છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે RedFoxtrot 2014 થી ભારતમાં સક્રિય છે અને એરોસ્પેસ, સંરક્ષણ, સરકાર, ટેલિકોમ, ખાણકામ અને સંશોધન કંપનીઓને ટાર્ગેટ (Cyber Attack) બનાવી રહ્યું છે.


આ પણ વાંચો:- વેક્સીન માટે સ્લોટ બુકિંગનું ટેન્શન દૂર, CoWIN સાથે જોડાઈ નવી 91 Apps


તમામ પાડોશી દેશો નિશાના પર
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સાયબર એટેક દ્વારા ચીન (China) તેના તમામ પાડોશી દેશોની અંદર નજર રાખે છે કે તે શું કરી રહ્યા છે. તેની સરહદને અડીને આવેલા તમામ દેશો તેના નિશાના પર છે. તે પોતાના દુશ્મનો તેમજ મિત્રોની સાયબર સર્વેલન્સ (Cyber Attack) કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત સિવાય અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં ચીન આ પ્રકારે સાયબર એટેક કરી રહ્યું છે. સાયબર એટેકની આ રમતમાં તે પોતાના સદાબહાર મિત્ર પાકિસ્તાનને (Pakistan) પણ બક્ષતો નથી.


આ પણ વાંચો:- Reliance Jio નો સૌથી નવો પ્લાન જોયો તમે? અનલિમિટેડ ડેટા સાથે નથી કોઈ Daily Limit


પાકિસ્તાનને પણ નથી બક્ષતો
PLA નું Unit 69010 ચીન (China) સાથેના પડોશી દેશોના ડેટા ચોરી કરવા તેમજ પાકિસ્તાનના (Pakistan) કમ્પ્યુટર નેટવર્કને તોડવામાં રોકાયેલું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે RedFoxtrot બીજું કંઈ નથી પરંતુ ચીન દ્વારા પ્રાયોજિત હેકર્સ ગ્રુપ છે. જેને ભારત અને અન્ય દેશોમાં હેકિંગ અને સાયબર એટેક (Cyber Attack) માટે PLA ના વિશેષ એકમ સાથે જોડવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- PM મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, ગ્લોબલ અપ્રુવલ રેટિંગમાં થયો ખુલાસો


ચીનના સાયબર એટેક ગોપનીય
Recorded Future ના સીઇઓ Christopher Ahlberg કહે છે કે PLA ની તાજેતરની પ્રવૃત્તિઓ ઇન્ટેલિજેન્સ કમ્યુનિટી માટે એક બ્લેક બોક્સની જેમ રહી છે. જેને સરળતાથી ડીકોડ કરવું મુશ્કેલ છે. તેણે તેની પ્રવૃત્તિઓ પર  ગોપનીયતાનો ચુસ્ત બંદોબસ્ત રાખ્યો છે. જેના કારણે તેની લશ્કરી રણનીતિ અને આંતરરાષ્ટ્રીય ખતરા અંગેની સાચી માહિતી ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં, તમામ દેશોની સરકારોને આવા સાયબર એટેક અંગે જાગૃત રહેવાની અને તેમની સુરક્ષાને મજબૂત બનાવવાની જરૂર છે. (એજન્સી ઇનપુટ સાથે)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube