દક્ષિણ એશિયામાં ચીનની દાદાગીરીનો જવાબ આપી શકે છે ભારત, એટલા માટે ડ્ર્રેગન રચી રહ્યું છે આ કાવતરું!
ચીન (China) કયા પ્રકારે ભારત (India)ના વિરૂદ્ધ દરેક પ્રકારના કાવતરા રચવામાં આવી રહ્યા છે અને આ કાવતરાનું કારણ છે ચીનનો ડર, કારણ કે ભારત જ તે દેશ છે જે દક્ષિણ એશિયામાં ચીનની દાદાગીરીનો જવાબ આપી શકે છે.
નવી દિલ્હી: ચીન (China) કયા પ્રકારે ભારત (India)ના વિરૂદ્ધ દરેક પ્રકારના કાવતરા રચવામાં આવી રહ્યા છે અને આ કાવતરાનું કારણ છે ચીનનો ડર, કારણ કે ભારત જ તે દેશ છે જે દક્ષિણ એશિયામાં ચીનની દાદાગીરીનો જવાબ આપી શકે છે. ચીનના બાયકોટ બાદ ભારત જ દુનિયાની મોટી આર્થિક મહાશક્તિ બની શકે છે. ચીનના કાવતરાની કહાની એક લાંબી યાદી છે. હાલ ચીન ભારતને સીમા વિવાદમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
ચાલબાજ ચીનને દુનિયામાં પોતાની જમીન સરકતી જોવા મળી રહી છે અને ચીન જ્યારે દુનિયાના તમામ દેશોને જુએ છે તો તેને ભારતમાં જ તે તમામ ખૂબીઓ દેખાઇ છે, જે તેને આર્થિક અને રણીનીતિક મોરચા પર માત આપીને તેની જગ્યા લઇ શકે છે. તો શું આ કારણે જ ચીન અત્યાર સુધી ભારતને સીમા વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે.
કોરોના મુદ્દે અમેરિકા બાદ હવે આ શક્તિશાળી દેશ સાથે વધ્યો ચીનનો વિવાદ, બંને આમને સામને
લદ્દાખમાં ચીને ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો અને ભારતના સૈનિકો પર ખોટા આરોપ લગાવ્યા. હાલ અહીં બંને દેશોના સૈનિક સામ-સામે છે અને પોતાને મજબૂત કરી રહ્યા છે. નેપાળે પણ નવું નકશો જાહેર કરીને ભારતની સાથે સીમા વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ નેપાળની આ હરકતના માસ્ટરમાઇન્ડ ડ્રેગનને જ ગણવામાં આવે છે. આ ઉપરાંત ભારતના ક્ષેત્ર ગિલગિત બાલ્ટિસ્તાન જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો કરી દીધો છે, ત્યાં પણ ચીનની કંપનીઓના નિર્માણ કાર્ય તૈયારી કરીને વિવાદ પેદા કરી શકે છે.
લિપુલેખ પર ચીને આખરે મૌન તોડ્યું, નેપાળને લાગશે જબરદસ્ત મોટો ઝટકો
અત્યારે નેપાળમાં Nepal Communist Party ની સરકાર છે અને ચીનને Communist પાર્ટીઓ સાથે કેટલો પ્રેમ છે એ બધુ જાણે છે. કહેવામાં આવે છે કે ચીનના કહેવા પર જ નેપાળની બે કોમ્યુનિસ્ટ પાર્ટીએ હાથ મિલાવ્યો અને Nepal Communist Partyની સ્થાપના કરી. આ પાર્ટીએ ચૂંટણી તો જીતી લીધી પરંતુ હવે આ પાર્ટીની અંદર બધુ ઠીક ચાલી રહ્યું નથી અને પાર્ટીમાં નેતૃત્વની લડાઇ પર હાવી થઇ ગઇ છે. તેથી ચીન નેપાળની રાજનિતિમાં દખલ કરી રહી છે. તેથી નેપાળે નવો નકશો જાહેર કરીને ભારતના વિસ્તારોને પોતાનો ગણાવ્યો.
ભારત-ચીન સરહદ વિવાદમાં ભારતને મળ્યો અમેરિકાનો મજબુત સાથ
ચીને પોતાના સત્તાવાર નિવેદનમાં આ સમગ્ર વિવાદને નેપાળ અને ભારતનો પરસ્પરનો મુદ્દો ગણાવ્યો છે, પરંતુ સચ્ચાઇ એ છે કે પડદા પર પાછળથી સમગ્ર ખેલ ચીન જ રમી રહ્યું છે ભારતના સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ તેના સંકેત આપી ચૂક્યાક હ્હે.
પાકિસ્તાન સરકાર સાથે મળીને ચીન ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પણ કાવતરા રચી રહ્યું છે. અહીં એક બાંધના નિર્માણ માટે ચીનની એક સરકારી કંપનીએ 442 અરબ રૂપિયાનો કરાર સાઇન કર્યો છે જેના પર ભારતે આકરી ટિપ્પણી વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube