ભારત-ચીન સરહદ વિવાદમાં ભારતને મળ્યો અમેરિકાનો મજબુત સાથ

ભારત માટે આ આશ્ચર્યના નહીં પરંતુ પ્રસન્નતાના સમાચાર છે કે ચીન સાથેના સરહદ વિવાદમાં મહાસત્તા અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું છે. સાચી વાત એ છે કે કોરોના વેક્સિનના નિર્માણનો મામલો હોય કે વેપાર વ્યવસાયનો મામલો હોય કે પછી વૈશ્વિક શક્તિ સંતુલનની વાત હોય અમેરિકાને પણ ભારતના બરાબર સપોર્ટની જરૂર છે અને સતત જરૂર છે. એ જ રીતે આ સમાચાર ચીન માટે પણ કોઈ ચોંકાવનારી વાત નથી પરંતુ તેના માટે અફસોસના સમાચાર જરૂર છે. અમેરિકી વિદેશ વિભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયા બ્યુરોના નિવર્તમાન પ્રમુખ એલિસ વેલ્સે કહ્યું કે તેમને લાગે છે કે સરહદ પર તણાવ એક ચેતવણી છે કે ચીની આક્રમકતા હંમેશા ફક્ત નિવેદનબાજી જ નથી હોતી. પછી ભલે દક્ષિણ ચીન સાગર હોય કે પછી ભારત સાથે જોડાયેલી સરહદ હોય. અમે ચીન દ્વારા ઉશ્કેરણી અને પરેશાન કરનારો વ્યવહાર સતત જોઈ રહ્યાં છીએ. 

ભારત-ચીન સરહદ વિવાદમાં ભારતને મળ્યો અમેરિકાનો મજબુત સાથ

નવી દિલ્હી: ભારત માટે આ આશ્ચર્યના નહીં પરંતુ પ્રસન્નતાના સમાચાર છે કે ચીન સાથેના સરહદ વિવાદમાં મહાસત્તા અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું છે. સાચી વાત એ છે કે કોરોના વેક્સિનના નિર્માણનો મામલો હોય કે વેપાર વ્યવસાયનો મામલો હોય કે પછી વૈશ્વિક શક્તિ સંતુલનની વાત હોય અમેરિકાને પણ ભારતના બરાબર સપોર્ટની જરૂર છે અને સતત જરૂર છે. એ જ રીતે આ સમાચાર ચીન માટે પણ કોઈ ચોંકાવનારી વાત નથી પરંતુ તેના માટે અફસોસના સમાચાર જરૂર છે. અમેરિકી વિદેશ વિભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયા બ્યુરોના નિવર્તમાન પ્રમુખ એલિસ વેલ્સે કહ્યું કે તેમને લાગે છે કે સરહદ પર તણાવ એક ચેતવણી છે કે ચીની આક્રમકતા હંમેશા ફક્ત નિવેદનબાજી જ નથી હોતી. પછી ભલે દક્ષિણ ચીન સાગર હોય કે પછી ભારત સાથે જોડાયેલી સરહદ હોય. અમે ચીન દ્વારા ઉશ્કેરણી અને પરેશાન કરનારો વ્યવહાર સતત જોઈ રહ્યાં છીએ. 

સરહદ તણાવ વચ્ચે ભારત થયુ મજબુત
દક્ષિણ અને મધ્ય એશિયા બ્યુરોના નિવર્તમાન પ્રમુખ એલિસ વેલ્સે કહ્યું છે કે અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને આસિયાન દેશો ચીનની ઉશ્કેરણી અને ગડબડી ફેલાવનારી હરકતોના વિરોધમાં એકજૂથ થયા છે. આ સાથે જ અમેરિકાથી આવેલા નિવેદનમાં ભારતને ચીન સાથે સરહદ પર તણાવ દરમિયાન સમર્થન કર્યુ છે. ટ્રમ્પ પ્રશાસનના દક્ષિણ એશિયાઈ મામલાઓના પ્રવક્તાએ ભારતને સમર્થન આપવાની વાત સાથે એમ પણ કહ્યું કે આ પ્રકારના વિવાદ ચીન દ્વારા ઉત્પન્ન ખતરાની યાદ અપાવે છે. 

(એલિસ વેલ્સ)

ઓનલાઈન બ્રિફિંગમાં કરી આ વાત
અમેરિકાથી આ જાણકારી એક ઓનલાઈન બ્રિફિંગ દરમિયાન સામે આવી જેમાં એલિસ વેલ્સે પત્રકારો સાથે વાત કરતા આ ટિપ્પણી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ના ઉત્તર સિક્કિમ અને લદ્દાખ ક્ષેત્રમાં સરહદ પર તણાવની પૃષ્ઠભૂમિ વિરુદ્ધની છે. ઉત્તર સિક્કિમ અને લદ્દાખ સરહદ વિસ્તાર પર ભારત અને ચીને પોતાના વધારાના સૈનિકોની તૈનાતી કરી છે. 

તણાવ વધ્યો
ભારતીય અને ચીની સેનાઓએ આકરી ઝપાઝપીના લગભગ બે સપ્તાહ બાદ આક્રમક વલણ અપનાવતા લદ્દાખમાં ગલવાન ઘાટી અને પાંગોંગ ત્સો ઝીલની આસપાસના વિસ્તારોમાં વધારાના સૈનિકોની તૈનાતી કરી દીધી છે. સૈન્ય સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. કહેવાય છે કે ભાતના ટોચના સૈન્ય અધિકારીઓ સતત સ્થિતિની નિગરાણી કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

5મી મેના રોજ થઈ હતી ઝડપ
5મીમેના રોજ લગભગ 250 ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે લોખંડના સળિયા અને ડંડા સાથે ઝડપ થઈ હતી. જેમાં બંને બાજુ અનેક સૈનિકો ઘાયલ થયા હતાં. બંને સેનાઓ વચ્ચે વધતા તણાવ પર ન તો સેના કે ન તો વિદેશ મંત્રાલયે કોઈ ટિપ્પણી કરી છે. કહેવાય છેકે વિવાદિત સરહદની રક્ષામાં આક્રમક વલણ વચ્ચે ઉત્તર સિક્કિમના અનેક વિસ્તારોમાં વધારાના સૈનિકો મોકલવામાં આવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news