નવી દિલ્હી: વિશ્વના મહાસત્તાઓ વચ્ચે જાણે હથિયારો વચ્ચે હોડ જામી હોય તેમ એક પછી એક દેશ પરીક્ષણ કરી રહ્યો છે. ચીન એન્ટીશિપ બેલાસ્ટિક મિસાઈલ્સનું પરીક્ષણ કરી રહ્યું છે. સેટેલાઇટ તસવીરો પરથી આ વાતનો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે. ચીન તકલામાકન રણમાં શિનજિયાંગના ગ્રામીણ વિસ્તારમાં આ પરીક્ષણ કરી રહ્યું છે. તસવીરો અનુસાર, મોટી સંખ્યામાં ટાર્ગેટ રેન્જ જોવામાં આવ્યા જે રેગિસ્તાનના પૂર્વી કિનારા પર છે. આ સ્થળ પરથી મળેલા પુરાવા સૂચવે છે કે ચીન બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે. યુએસ નેવલ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર આ હાઇપરસોનિક એન્ટિ-શિપ બેલેસ્ટિક મિસાઇલો (ASBM) યુદ્ધ જહાજો માટે એક મહત્વપૂર્ણ ખતરો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી મિસાઈલનું પરીક્ષણ પહેલા પણ કર્યું છે
ચીને અગાઉ પણ ઘણી એન્ટી શિપ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. અત્યાર સુધીની માહિતી અનુસાર ચીને બે પ્રકારની મિસાઈલનું પરીક્ષણ કર્યું છે જેમાં DF-21D અને DF-26 જમીન આધારિત છે. આ સિવાય H-6 બોમ્બર છે, અને હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે ટાઈપ-055 રેનહાઈનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. એરક્રાફ્ટ કેરિયર લક્ષ્યો પરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સંભવિત ભાવિ સંઘર્ષોનો સામનો કરવા માટે દૂરના વિસ્તારોમાં નવા લક્ષ્યો પર લશ્કરી અભ્યાસ કરી રહી છે.


ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા! રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આ દેશે કરી ભયાનક એરસ્ટ્રાઈક, મિસાઈલ હુમલામાં 5ના મોત


આવા ટાર્ગેટ વિશે એક સંશોધનમાં જાણવા મળ્યું છે. સ્વતંત્ર સંરક્ષણ વિશ્લેષક ડેમિયન સિમોન્સે શોધી કાઢ્યું કે અન્ય સમાન નૌકાદળના બેઝને દક્ષિણ- પશ્ચિમમાં લગભગ 190 માઇલ લક્ષિત કરવામાં આવ્યું છે. આ જગ્યા ડિસેમ્બર 2018માં બનાવવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી નોટિસ થવાથી બચી ગઈ હતી, જે સેટેલાઇટ તસવીરો પરથી જાણી શકાય છે.


ભયંકર તોફાનના વીડિયો તો ઘણા જોયા હશે, પરંતુ અમેરિકાના આ VIDEOમાં ઘોળા દિવસે થઈ ગયું અંધારું


સેટેલાઇટ તસવીરો શું કહી રહી છે
ડેમિયન સિમોન્સે કહ્યું કે લક્ષ્યોની રૂપરેખા ખૂબ જ સચોટ છે. ઓરિએન્ટેશન, શેપ્સ અને કદ ઘણા લક્ષ્યોને અનુરૂપ છે. આ સાઇટ્સ વિશે કંઈ  અસ્તવ્યસ્ત નથી. વધુ માહિતી આપતાં તેમણે કહ્યું કે, એવું લાગે છે કે જમીન પર ધાતુની ચાદર પાથરી દેવામાં આવી છે. આ એક અલગ પ્રકારની સામગ્રી છે. તે ગરમી અથવા રડારને અલગ રીતે પ્રતિબિંબિત કરી શકે છે. તે આપણને જટિલ પ્રણાલીઓ અને આ પ્રયોગો પાછળના પ્રયત્નો માટે સંકેતો પણ આપી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube