ભયંકર તોફાનના વીડિયો તો ઘણા જોયા હશે, પરંતુ અમેરિકાના આ VIDEOમાં ઘોળા દિવસે થઈ ગયું અંધારું

Trending Video Of Dangerous Storm In US: અમેરિકામાં આવેલું વાવઝોડું સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલું છે. આ ચર્ચાનું કારણ છે વાવાઝોડાનું ભયંકર રૂપ. જોકે આ વાવાઝોડાએ ધોળા દિવસે જે રીતે પ્રકોપ વરસાવ્યો તે રીતે અમેરિકામાં થોડાક સમય માટે લાગવા લાગ્યું કે રાત થઈ ગઈ.

ભયંકર તોફાનના વીડિયો તો ઘણા જોયા હશે, પરંતુ અમેરિકાના આ VIDEOમાં ઘોળા દિવસે થઈ ગયું અંધારું

Dangerous Storm In US: તાજેતરમાં સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પહેલી નજરે જોતા આ વીડિયો એટલા ડરામણા હોય છે કે જોઈને બીક લાગે. હજુ હમણાં જ ઓરિસ્સામાં કાતિલ વાવાઝોડું ત્રાટક્યું હતું, તેણા અનેક વીડિયો વાયરલ થયા છે. તેવામાં અમેરિકામાં હવામાન વિભાગે ભયંકર તોફાનની ચેતવણી જાહેર કરી હતી. હવામાન વિભાગની આ ચેતવણી સાચી સાબિત થઈ અને એવું તોફાન આવ્યું કે મિડવેસ્ટ અમેરિકા આખું ધૂળથી ઢંકાઈ ગયું. આ તોફાનના કારણે ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે.

સોશિયલ મીડિયા પર વાવાઝોડાનો વીડિયો વાયરલ
અમેરિકામાં આવેલું વાવઝોડું સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલું છે. આ ચર્ચાનું કારણ છે વાવાઝોડાનું ભયંકર રૂપ. જોકે આ વાવાઝોડાએ ધોળા દિવસે જે રીતે પ્રકોપ વરસાવ્યો તે રીતે અમેરિકામાં થોડાક સમય માટે લાગવા લાગ્યું કે રાત થઈ ગઈ. ધૂળની ભયાનક મોટી ચાદર ધીરેધીર તમામ જગ્યાએ ફેલાવવા લાગી અને ચારેબાજુ અંધારું છવાઈ ગયું. તમે પણ આ વીડિયો જોવો....

— NWS Sioux Falls (@NWSSiouxFalls) May 13, 2022

ભારે નુકસાન થયું
ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટના મતે આ ભયંકર વાવાઝોડાના કારણે એક વ્યક્તિના મોતનું કારણ બની ગયું. સાથે સાથે અમુક સ્ટ્રક્ચર્સને પણ ભારે ભરખમ નુકસાન થયું છે. હવામાન વિભાગના મતે વાવાઝોડાની સાથે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની પણ આગાહી હતી, જે સાચી સાબિત થઈ હતી. આ તોફાનની સ્પીડ 75mph અથવા તો તેનાથી વધારે હોઈ શકે છે. આ તોફાનને હબૂબ પણ કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ હતી.

Incredible footage of a severe dust storm rolling through Iowa today. pic.twitter.com/qRmx2wrqTo

— US StormWatch (@US_Stormwatch) May 13, 2022

સોશિયલ મીડિયા પર ફોટોઝ અને વીડિયોઝની ભરમાર
તોફાનના ઘણા ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ તોફાનના કારણે છવાયેલું અંધારું માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ તસવીરો અને ક્લિપિંગ્સ મારફતે ટ્વિટર ઉપર પણ ફેલાઈ રહ્યું છે. લોકોનું કહેવું છે કે તોફાન વખતે બ્લેકઆઉટ જેવી સ્થિતિ બની ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news