વોશિંગ્ટન : પેંટાગને અમેરિકી કોંગ્રેસને કહ્યું કે, ચીન અબજો ડોલરની પોતાની મહત્વકાંક્ષી બેલ્ટ એન્ર રોડ પહેલ (BRI) દ્વારા પોતાની વૈશ્વિક નિર્ણાયક નૌસેના બનાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે. તેણે ચેતવણી ઉચ્ચારી છે કે બીજિંગનાં પ્રતિકુળ સમજુતી કોઇ દેશની સંપ્રભુતાને તે પ્રકારે પોતાનાં ઝપટે ચડાવી રહ્યું છે રીતે કોઇ એનાકોંડા પોતાનાં શિકારને ઘેરીને ખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે રાફેલ સોદા અંગે શક્ય તેટલું ઓછું બોલવું જોઇએ: શિવસેનાની સલાહ

ઉલ્લેખનીય છે કે, ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશએટિવ (BRI) દ્વારા અલગ અલગ દેશોમાં માળખાગત યોજનાઓ માટે અબજો ડોલરનું દેવું કરવામાં આવી રહ્યું છે. જણાવાઇ રહ્યું છે કે ચીન આ દેશોને દેવાના ચક્રવ્યુહમાં ફસાવી રહ્યું છે, જેનાં કારણે બહાર નિકળવું તેમના માટે મુશ્કેલ થઇ જશે. 
જેના નામે રશિયાએ PM મોદીને આપ્યું સન્માન, જાણો કોણ છે તે સેંટ એંડ્રયું

ચીનની 60 અબજ ડોલરની ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) યોજનાથી ભારત-ચીન સંબંધોમાં અવરોધ આવી ગયો છે. ભારતે CPEC ના પાકિસ્તાન કબ્જાના કાશ્મીરમાંથી પસાર થવા અંગે વિરોધ વ્યક્ત કર્યો અને તેમણે ગત્ત વર્ષે ચીન દ્વારા આયોજીત હાઇ પ્રોફાઇલ બેલ્ટ એન્ડ રોડ ફોરમનો બહિષ્કાર કરી દીધો હતો.