બીજિંગ: કોરોના વાયરસના ટ્રાંસમિશનના સમાચાર મોડા આપતા વૈશ્વિક આરોપોથી ઘેરાયેલા ચીને રવિવારે પોતાને નિર્દેશ ગણાવતાં કહ્યું કે વિષાણું સંક્રમણનો પ્રથમ કેસ વુહાનમાં 27 ડિસેમ્બરે સામે આવ્યો હતો. જ્યારે વાયરસજનિત નિમોનિયા અને માનવીમાંથી માનવીમાં સંક્રમણ ફેલાવવા વિશે 19 જાન્યુઆરી વિશે ખબર પડી ત્યારબા તેના પર અંકુશ લગાવવા માટે તેણે તત્વરિત કાર્યવાહી શરૂ કરી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા શ્વેતપત્રમાં વુહાનમાં ગત વર્ષે કોરોના વાયરસના કેસ આવતાં જાણકારી છુપાવવાનો તથા તેના વિશે મોડા જાણ કરવાના આરોપોને નકારી કાઢતાં એક લાંબી વ્યાખા આપવામાં આવી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા અન્ય દેશોના નેતા ચીન પર આરોપ લગાવતાં રહ્યા છે કે તેના ઘાતક બિમારી વિશે પારદર્શિતા સાથે જાણકારી આપી નહી જેથી વિશ્વભરમાં વ્યાપક જનહિત અને આર્થિક સંકટ ઉત્પન્ન થઇ રહ્યા છે. 


જોન હોપ્કિંસ કોરોના વાયરસ રિસોર્સ સેન્ટર અનુસાર આ ઘાતક વાયરસથી વિશ્વમાં 68 લાખ લોકો પ્રભાવિત થયા છે અને લગભગ ચાર લોકોના મોત થયા છે. અમેરિકામાં આ વાયરસથી સૌથી વધુ કહેર જોવા મળ્યો છે જ્યાં સંક્રમણના લીધે 19 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને એક લાખ નવ હજારથી વધુ લોકોના મોત થયા છે. 


તો બીજી તરફ ચીનમાં આ વાયરસ સંક્રમણના કેસની સત્તાવાર સંખ્યા 84,177 છે. શ્વતપત્ર અનુસાર વુહાનમાં 27 ડિસેમ્બર 2019નાર રોજ હોસ્પિટલ દ્વારા કોરોના વાયરસની ઓળખ કર્યા બાદ સ્થાનિક સરકારે સ્થિતિને જોતાં વિશેષજ્ઞોની મદદ લીધી હતી. તેણે કહ્યું કે 'નિષ્કર્ષ એ હતો કે વિષાણુજનિત નિમોનિયાનો મામલો હતો.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube