ગલવાન ઘાટીમાં સંઘર્ષ માટે ભારત સંપૂર્ણ રીતે જવાબદારઃ ચીની રક્ષા મંત્રાલય

રક્ષા મંત્રાલયના પ્રવક્તા કિઆને કહ્યુ, ભારત-ચીન સરહદ પર થયેલા સંઘર્ષોની સંપૂર્ણ જવાબદારી ભારતીય પક્ષની છે. અમે આશા કરીએ છીએ કે સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બની રહેશે
પેઇચિંગઃ ભારત અને ચીનની સેનાઓને પાછળ કરવા પર સહમતિ બન્યાના એક દિવસ બાદ ચીનના રત્રા મંત્રાલયે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સંઘર્ષ માટે ભારતને સંપૂર્ણ રીતે જવાબદાર ઠેરવ્યું છે. ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા વૂ કિઆને કહ્યુ કે, અમે આશા કરીએ છીએ કે સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બની રહેશે. તેમણે કહ્યુ કે, ભારતે એકતરફી કાર્યવાહી કરી જેથી હિંસા થઈ હતી.
રક્ષા મંત્રાલયના પ્રવક્તા કિઆને કહ્યુ, ભારત-ચીન સરહદ પર થયેલા સંઘર્ષોની સંપૂર્ણ જવાબદારી ભારતીય પક્ષની છે. અમે આશા કરીએ છીએ કે સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બની રહેશે. ગલવાન ઘાટીમાં હિંસાની ઘટના ભારતીય પક્ષની એકતરફી ઉશકેરણીની કાર્યવાહી અને બંન્ને પક્ષો વચ્ચે થયેલી આપસી સહમતિના ઉલ્લંઘનને કારણે થઈ છે.
કિઆને કહ્યુ, ચીની સેના કોરોના વાયરસના ઓછા થવાની સાથે યુદ્ધની તૈયારીઓ માટે જમીની સ્તર પર તાલીમ વધારી રહી છે. પીએલએના તિબ્બત મિલિટ્રી કમાન્ડે હાલમાં પઠારી વિસ્તારમાં લાઇવ ફાયર ડ્રિલ કરી હતી. તેના દ્વારા સૈનિકોની સંયુક્ત યુદ્ધ ક્ષમતાને ચકાસવામાં આવી છે. આ ડ્રિલ નિયમિત રૂપથી થઈ રહી છે અને કોઈ અન્ય દેશ વિરુદ્ધ નથી.
રક્ષામંત્રીએ રશિયા પ્રવાસને ગણાવ્યો સ્પેશિયલ, S-400 મિસાઈલ સિસ્ટમ સપ્લાય પર આપ્યું આ નિવેદન
ગલવાન ઘાટીમાં બંકર બનાવી રહ્યું છે ચીન
મહત્વનું છે કે લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂને થયેલી હિંસક ઝડપમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. તો ભારતીય જવાનોની જવાબી કાર્યવાહીમાં ચીનના પણ 40 સૈનિકોના મોત થયા હતા. આ હિંસા બાદ ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે ઘણા તબક્કામાં વાતચીત થઈ અને હવે બંન્ને દેશ સેના હટાવવા પર સહમત થઈ ગયા છે. પરંતુ ગલવાન ઘાટીની સેટેલાઇટ તસવીરો મળી છે, જેમાં જમીની હકીકત કંઇક જૂદી છે.
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બનશે પ્રથમ હિન્દુ મંદિર, ઇમરાન સરકાર આપશે 10 કરોડ રૂપિયા
ઓપન સોર્સ ઇન્ટેલિજેન્સ અનૈલિસ્ટ Detresfa એ ગલાન ઘાટીની તાજા સેટેલાઇટ તસવીર જારી કરી છે. આ તસવીરમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ચીન ગલવાન ઝડપ બાદ નજીકની જગ્યામાં બચાવ માટે બંકર બનાવી રહ્યું છે. આ જગ્યા પર ચીને નાની-નાની દીવાલો બનાવી છે. હાલની તસવીરોને લઈને ચીનના ઈરાદા પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે ચીન વાતચીતની આડમાં પોતાની સૈન્ય સ્થિતિ મજબૂત કરી રહ્યું છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube