બેઈજિંગ: ચીને (China) કોરોના સામે જંગમાં એકવાર ફરીથી ભારતની મદદ માટે રજુઆત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે ભારતમાં ગંભીર હાલાત અંગે અમે ચિંતિત છીએ. જો ભારત અમને પોતાની વિશેષ જરૂરિયાતો અંગે જણાવે તો અમે મદદ કરવા માટે તૈયાર છીએ. જો કે ચીન વાસ્તવમાં મદદની ઈચ્છા ધરાવે છે કે નહીં, તે કહેવું મુશ્કેલ છે. કારણ કે આ પહેલા પણ તેણે મદદનો હાથ આગળ વધારીને ભારતમાં થનારા મેડિકલ સપ્લાયમાં અડચણ નાખવાનું કામ કર્યું હતું. અત્રે જણાવવાનું કે મુશ્કેલ સમયમાં ભારતની મદદ માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુએઈ, સાઉદી અરબ, જર્મની સહિત અનેક દેશો આગળ આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ
કોરોનાના કારણે ભારતની સ્થિતિ સતત કથળી રહી છે. છેલ્લા કેટલાક દિવસમાં સંક્રમણના 3 લાખથી વધુ નવા દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. હાલાત એટલા ભયાનક જોવા મળી રહ્યા છે કે હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓને બેડ સુદ્ધા મળતા નથી અને ઓક્સિજનની કમીના કારણે અનેક દર્દીઓના મોત થઈ રહ્યા છે. એટલું જ નહીં અંતિમ સંસ્કાર માટે પણ લોકોએ રાહ જોવી પડે છે. જેને જોતા હવે સતત ઈન્કાર કરી રહેલું અમેરિકા પણ મદદ માટે તૈયાર થઈ ગયું છે. અમેરિકા જરૂરી મેડિકલ સપ્લાય ભારતને મોકલશે. 


Video: ત્રિરંગાના રંગમાં રંગાઈ બુર્જ ખલીફાની ઈમારત, ચારેબાજુથી અવાજ ઉઠ્યો- Stay Strong India


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube