બેઇજિંગ: ચીનથી (China) શરૂ થયેલો કોરોના વાયરસ (Coronavirus) દુનિયાભરમાં ફેલાયો છે અને અત્યાર સુધીમાં વાયરસથી લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વચ્ચે ચીનમાં એક નવી બીમારીએ પગ પેસારો કર્યો છે અને આ બીમારીથી 1000 ભૂંડ સંક્રમિત થયા છે. ભૂંડમાં ફેલાઈ રહેલી આ બીમારી સ્વાઈન ફીવર (Swine Fever) છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફ્રિકન સ્વાઈન ફીવરનો નવો સ્ટ્રેન ચીનમાં
ચીનમાં (China) ભૂંડમાં મળી એવાલો સ્વાઈન ફીવર (Swine Fever) આફ્રિકન સ્વાઈન ફિવરનો નવો સ્ટ્રેન છે. આફ્રિકન સ્વાઈન ફિવરનો (African Swine Fever) નવો સ્ટ્રેન ચીનના ભૂંડમાં જોવા મળ્યો છે અને તેનાતી મોટા નુકાસનની આશંકા છે.


આ પણ વાંચો:- અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઇડેનનું ભારત પર આવ્યું પહેલું નિવેદન, Kamala Harris પર કહી આ વાત


2018 થી અલગ છે આફ્રિકન સ્વાઈન ફિવર
ચીની પોર્ક (ભૂંડનું માંસ) વિક્રેતા કંપની ન્યૂ હોપ લિઉહીના (New Hope Lihue)  1000 ભૂંડમાં આફ્રિકન સ્વાઇન ફિવરના બે નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. કંપનીના ચીફ સાયન્સ ઓફિસર યાન ઝિચુને કહ્યું કે, આ નવો સ્ટ્રેન 2018 અને 2019 માં આવેલા આફ્રિકન સ્વાઈન ફિવરથી અલગ છે અને તેનાથી સંક્રમિત ભૂંડના મોત થઈ રહ્યાં છે, પરંતુ તેના કારણે ભૂંડના નબળા બાળકો પેદા થઈ રહ્યાં છે.


આ પણ વાંચો:- Jack Ma ની એક ઝલકથી Alibaba ના શેરોમાં જોરદાર ઉછાળો, એક દિવસમાં થઇ આટલી કમાણી


ભૂંડમાં કેવી રીતે ફેલાઈ આ બીમારી
ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર ચીનના (China) ભૂંડમાં આ બીમારી ગેરકાયદેસર વેક્સીન લગાવવાના કારણે વધી રહી છે. ચીનમાં 2018 અને 2019માં આવેલા આફ્રિકન સ્વાઈન ફિવરથી ભારે નુકસાન થયું હતું અને લગભગ 20 કરોડ ભૂંડને મારવા પડ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube