અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઇડેનનું ભારત પર આવ્યું પહેલું નિવેદન, Kamala Harris પર કહી આ વાત

કમલા હૈરિસ (Kamala Harris) ના ઉપરાષ્ટ્રપતિ બનાવવા પર જેન સાકીએ કહ્યું કે કોઇ ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનવા નિશ્વિતરૂપથી અમે તમામ માટે એક ઐતિહાસિક ક્ષણ છે અને તેનાથી ભારત-અમેરિકાના સંબંધ પહેલાં અને મજબૂત થઇ ગયા છે.

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઇડેનનું ભારત પર આવ્યું પહેલું નિવેદન, Kamala Harris પર કહી આ વાત

વોશિંગટન: અમેરિકા (America) ની નવી સરકાર તરફથી એક એવું નિવેદન આવ્યું છે, જેથી ભારત વિરોધી ચીન અને પાકિસ્તાનની ચિંતા વધવાનું નક્કી છે. અમેરિકાએ ભારત (India) ને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવતાં કહ્યું કે બંને દેશોના સંબંધ મજબૂતી સાથે આગળ વધતા રહેશે. ચીન અને તેના ગુલામ પાકિસ્તાન એમ વિચારતા હતા કે ટ્રમ્પની વિદાય સાથે ભારત-અમેરિકાના સંબંધ પ્રભાવિત થશે, જેનો લાભ કોઇને કોઇ રૂપમાં તેમને મળશે. જોકે હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે જો બાઇડેન (Joe Biden) ભારત સાથે સંબંધોને નવી ઉંચાઇ પર પહોંચાડશે. 

'ઘણીવાર કર્યો છે India નો પ્રવાસ
વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાકી (Jen Psaki) એ કહ્યું કે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનાર જે બાઇડેન (Joe Biden) ભારત-અમેરિકાની વચ્ચે સફળ દ્વિદળીય સંબંધોનું સન્માન કરે છે. દૈનિક સંવાદદાતા સંમેલનમાં બોલતાં કહ્યું તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડેનએ ઘણીવાર ભારતનો પ્રવાસ કર્યો છે. તે ભારતની સાથે અમેરિકાના સંબંધોનું સન્માન કરે છે અને આ આગળ પણ ચાલુ રહેશે. 

Kamala Harris પર કહી આ વાત
કમલા હૈરિસ (Kamala Harris) ના ઉપરાષ્ટ્રપતિ બનાવવા પર જેન સાકીએ કહ્યું કે કોઇ ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનવા નિશ્વિતરૂપથી અમે તમામ માટે એક ઐતિહાસિક ક્ષણ છે અને તેનાથી ભારત-અમેરિકાના સંબંધ પહેલાં અને મજબૂત થઇ ગયા છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ખૂબ સારા સંબંધ રહ્યા છે અને નવા રાષ્ટ્રપતિ આ પરંપરાને આગળ વધારવા માંગે છે.

તમને જણાવી દઇએ કે શરૂઆતમાં એવા સમાચારોએ પાકિસ્તાનને ઉત્સાહિત કરી દીધા હતા કે બાઇડેન ભારતની કેટલીક નીતિઓથી નારાજ છે. પાકિસ્તાને બાઇડેન સાથે જૂના સંબંઅધોનો હવાલો આપતાં કહ્યું કે આશા વ્યક્ત કરી હતી કે અમેરિકામાં સત્તા પરિવર્તન તેના માટે સારું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news