હોંગકોંગમાં લાખો લોકો પર બર્બરતા આચરવાની તૈયારીમાં ચીન, સેંકડો બુલેટપ્રુફ ગાડીઓ તહેનાત
એકબાજુ જ્યાં ચીન કાશ્મીર મામલે `ચૌધરી` બનવાની કોશિશ કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ હોંગકોંગમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શન કરી રહેલા લાખો લોકો પર દમન આચરવાની તૈયારીમાં છે. ચીને હોંગકોંગ સરહદ સીલ કરીને તેની નજીક પોતાની સેંકડો બુલેટપ્રુફ ગાડીઓ તહેનાત કરી દીધી છે. આ સાથે જ સેનાની માર્ચ કરાવીને પ્રદર્શનકારીઓને જેમ બને તેમ જલદી પ્રદર્શન ખતમ કરવાનું કહ્યું છે, નહીં તો તેમને ટારગેટ કરવાની પણ ચેતવણી ઉચ્ચારી છે. ચીની સૈનિકોની આ પરેડને હોંગકોંગમાં લોકતંત્રના સમર્થનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને જોડીને જોવામાં આવી રહી છે.
નવી દિલ્હી: એકબાજુ જ્યાં ચીન કાશ્મીર મામલે 'ચૌધરી' બનવાની કોશિશ કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ હોંગકોંગમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શન કરી રહેલા લાખો લોકો પર દમન આચરવાની તૈયારીમાં છે. ચીને હોંગકોંગ સરહદ સીલ કરીને તેની નજીક પોતાની સેંકડો બુલેટપ્રુફ ગાડીઓ તહેનાત કરી દીધી છે. આ સાથે જ સેનાની માર્ચ કરાવીને પ્રદર્શનકારીઓને જેમ બને તેમ જલદી પ્રદર્શન ખતમ કરવાનું કહ્યું છે, નહીં તો તેમને ટારગેટ કરવાની પણ ચેતવણી ઉચ્ચારી છે. ચીની સૈનિકોની આ પરેડને હોંગકોંગમાં લોકતંત્રના સમર્થનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને જોડીને જોવામાં આવી રહી છે.
કાશ્મીર મુદ્દે UNSCની આજે 'બંધ બારણે' ચર્ચા, મોટા ભાગના દેશો ભારતના પક્ષમાં
હોંગકોંગની સરહદે આવેલા શેનઝેનમાં ચીની આર્મી દેખાવકારોને ડરાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહી છે. આ એજ ચીનની બેવડી નીતિ છે જે કાશ્મીર મુદ્દે તો UNSCમાં પાકિસ્તાનની પેરવી કરવાની વાત કરી રહ્યો છે. હોંગકોંગની સરહદે પ્રદર્શન કરી રહેલા લોકોને ડરાવવા માટે ચીને શેનઝેન શહેરના એક મોટા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ગુરુવારે હજારો ચીની સૈનિકોની પરેડ કરાવી અને આ દરમિયાન અનેક બુલેટપ્રુફ ગાડીઓ પણ જોવા મળી જે આતંકી હુમલાઓને પહોંચી વળવા માટે રચાયેલા ચીનના વિશેષ સુરક્ષા દળ પીપલ્સ આર્મ્ડ પોલીસના જવાનો સાથે હતી.
જુઓ LIVE TV