પેઇચિંગઃ શું ચીનમાં કોરોના વાયરસ ફરીથી એક્ટિવ થઈ રહ્યો છે. આ સવાલ ત્યારે ઊભો થયો છે જ્યારે 24 કલાક દરમિયાન ચીનમાં કોરોના સંક્રમણના 99 નવા કેસ સામે આવ્યા જે હાલના કેટલાક સપ્તાહની તુલનામાં એક દિવસમાં સામે આવેલા મામલા પ્રમાણે સૌથી વધુ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ શનિવારે અહીં જણાવ્યું કે, 63 એવા કેસ સામે આવ્યા જેનામાં કોઈ લક્ષણ નહોતા. ત્યારબાદ દેશમાં કોવિડ-19 દર્દીઓની કુલ સંખ્યા 82,052 થઈ ગઈ છે. આ સાથે દેશમાં વૈશ્વિક મહામારી ફરીથી ભયાનક થઈને પરત આવતા ચિંતા વધી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (NHC) પ્રમાણે શનિવારે સુધી દેશમાં 1280 મામલા એવા હતા જે વિદેશોથી સંક્રમિત થઈને આવ્યા છે. તેમાંથી 481 લોકોને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને 799ની સારવાર ચાલી રહી છે જ્યારે 36ની સ્થિતિ ગંભીર છે. આયોગે જણાવ્યું કે, શનિવારે ચીની ભૂભાગથી સામે આવેલા 99 મામલામાંથી 97 એવા છે જે હાલમાં વિદેશથી પરત ફર્યા છે. શનિવારે 63 એવા મામલા સામે આવ્યા જેમાં સંક્રમણની પુષ્ટિ થાય છે પરંતુ કોઈ લક્ષણ જણાતા નથી. તેમાંથી 12 લોકો એવા છે જે વિદેશથી સંક્રમિત થઈને આવ્યા છે. એનએચસીએ કહ્યું કે, વિદેશોમાંથી સંક્રમણ લઈને આવેલા 322 લોકો સહિત એવા 1086 મામલા હજુ પણ ડોક્ટરોની દેખરેખમાં છે. 


લૉકડાઉન હટ્યા બાદ ફરી વધી ચિંતા
વાયરસના કેન્દ્ર હુબેઈ પ્રાંત અને તેની રાજધાની વુહાનમાં તેના પ્રસાર પર નિયંત્રણ મેળવી લીધા બાદ કોવિડ-19 મામલા ફરી વધવા ચિંતાનો વિષય બની ગયો છે, ખાસ કરીને જ્યારે ચીને દેશભરમાં સામાન્ય ગતિવિધિઓ પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી દીધી છે. 


અમેરિકામાં ત્રણ દિવસમાં લગભગ 6 લોકોના મૃત્યુ, 24 કલાકમાં 1920 લોકોએ ગુમાવ્યો જીવ  


સમાચાર એન્જસી સિન્હુઆ પ્રમાણે દેશના કુલ ભાગમાં સમૂહ સ્તર પર કોરોના વાયરસના સંક્રમણની જાણકારી સામે આવ્યા બાદ આયોગના પ્રવક્તા મી ફેંગે શનિવારે લોકોને રક્ષાત્મક ઉપાયોને મજબૂત કરવા અને ભીડ કરવાથી બચવાનું કહ્યું છે. કોવિડ 19ના પ્રકોપનો સામનો કરી રહેલા અન્ય દેશોમાં ફસાયેલા ચીની નાગરિકોને ચીન સરકારની મદદથી દેશમાં પરત આવ્યા બાદ કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને 14 દિવસ ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર