નવી દિલ્હી: ભારતની સાથે લદ્દાખમાં સરહદ પર તણાવને લઇ એક તરફ ચીન શાંતિ સ્થાપિત કરવા હાકલ કરી રહ્યું છે, ત્યારે અન્ય દેશોનું સમર્થન ભારતને મળતું જોઇ પરેશાન પણ થઈ રહ્યું છે. ચીનના સરકારી પ્રચાર અખબાર પીપલ્સ ડેલીએ પણ રશિયાને સલાહ આપી છે કે 'સંવેદનશીલ' સમયમાં ભારતને હથિયાર ન આપે. નોંધનીય છે કે રશિયામાં વિજય દિવસની ઉજવણી પર ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોસ્કો પહોંચ્યા છે અને આ દરમિયાન સંરક્ષણ સોદા અંગે ચર્ચા થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- NASA એ 6 વર્ષમાં 174 કરોડ રૂપિયામાં બનાવ્યું અનોખું ટોયલેટ, જાણો શું છે ખાસ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીપલ્સ ડેઇલીએ ફેસબુક પર 'સોસાયટી ફોર ઓરિએન્ટલ સ્ટડીઝ ઓફ રશિયા' નામના ગ્રુપમાં લખ્યું છે, 'નિષ્ણાતો કહે છે કે જો રશિયા ચીની અને ભારતીયોના દિલને પીગળવા માગે છે, તો ભારતને આવા સંવેદનશીલ સમયમાં હથિયાર ન આપવા જોઈએ. બંને એશિયન શક્તિ રશિયાના નજીકના સાથી છે. ' પીપલ્સ ડેઇલીએ કહ્યું છે કે, લદાખમાં ચીન સાથેના તણાવના પગલે ભારત વહેલી તકે 30 લડાકુ વિમાનો ખરીદવા માગે છે, જેમાં મિગ-29 અને 12 સુખોઇ 30MKનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો:- ભારતે PAKને કહ્યું- 7 દિવસમાં ઘટાડો હાઈ કમિશનમાં 50 ટકા સ્ટાફ


બીજી તરફ મોસ્કો પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે દેશના ઉપપ્રધાનમંત્રી યુરી ઇવાનોવિક સાથે ચર્ચા કર્યા પછી રશિયાએ ખાતરી આપી છે કે બંને દેશો વચ્ચે જે કરાર થયા છે તે ચાલુ રાખવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ અંગે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. હકીકતમાં, ભારત માટે મુશ્કેલીઓ વધારી રહેલા ચીન અને પાકિસ્તાન બંને પાસેના અદ્યતન શસ્ત્રો છે. તે જોતા જ ભારતે પોતાનો ભંડાર વધારવાનો નિર્ણય કર્યો છે અને 5 અબજ ડોલર એટલે કે 40,000 કરોડ રુપિયામાં એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-400ની ડિલ કરી છે.


આ પણ વાંચો:- ચીન સાથે તણાવ વચ્ચે ભારતને મળ્યો રશિયાનો સાથ, UNSCમાં ભારતની સ્થાયી સદસ્યતાનું કર્યું સમર્થન


પીપલ્સ ડેઇલીથી પહેલાં ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે ખુલ્લેઆમ ચેતવણી લખી હતી કે 1962ના યુદ્ધમાં યુએસ અને રશિયા ભારત આવ્યા હતા, પરંતુ ચીને કોઈની પણ પરવા નહોતી કરી અને ભારતને ત્યાંથી ભગાડ્યું હતું. ગ્લોબલ ટાઇમ્સે વધુમાં લખ્યું છે કે જો ભારત એકપક્ષીય સરહદ વ્યવસ્થાપન મિકેનિઝમનું ઉલ્લંઘન કરે છે તો ચીનને પણ જોરદાર જવાબ આપવો પડશે. કોઇની મદદ ભારતને કામ આવશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube