ચીન સાથે તણાવ વચ્ચે ભારતને મળ્યો રશિયાનો સાથ, UNSCમાં ભારતની સ્થાયી સદસ્યતાનું કર્યું સમર્થન

ગલવાન ખીણ (Galwal Valley)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ વચ્ચે ભારતને તેના જૂના મિત્ર રશિયાનો સાથ મળ્યો છે. મંગળવારના ભારત, રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓની થયેલી વર્ચુઅલ બેઠકમાં રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સંરક્ષણ પરિષદ (UN Security Council)માં ભારતની સ્થાયી સદસ્યતાનો જોરદાર રીતે સમર્થન કર્યું છે.

Updated By: Jun 23, 2020, 06:53 PM IST
ચીન સાથે તણાવ વચ્ચે ભારતને મળ્યો રશિયાનો સાથ, UNSCમાં ભારતની સ્થાયી સદસ્યતાનું કર્યું સમર્થન

નવી દિલ્હી: ગલવાન ખીણ (Galwal Valley)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ વચ્ચે ભારતને તેના જૂના મિત્ર રશિયાનો સાથ મળ્યો છે. મંગળવારના ભારત, રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓની થયેલી વર્ચુઅલ બેઠકમાં રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સંરક્ષણ પરિષદ (UN Security Council)માં ભારતની સ્થાયી સદસ્યતાનો જોરદાર રીતે સમર્થન કર્યું છે.

આ પણ વાંચો:- Zee Digital Exclusive: ચીનનું વધુ એક નિષ્ફળ ષડયંત્ર, 7 દિવસમાં 40,000 વખત કર્યા સાયબર હુમલા

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ (Sergei Lavrov)એ કહ્યું કે, આજે અમે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારની સમસ્યા પર વાત કરી અને ભારત સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાયી સદસ્યતા માટે મજબૂત નોમિની છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે ભારતની ઉમેદવારીનું સમર્થન કરીએ છીએ.

આ પણ વાંચો:- ભારતની વધુ એક મોટી જીત! ચીનની સાથે ભારે તણાવ વચ્ચે મળ્યો અમેરિકાનો સાથ

સર્ગેઈ લાવરોવએ ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર લદ્દાખમાં ચાલી રહેલા તણવાનો પણ તે દરમિયાન ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેમને નથી લાગતું કે, આમાં કોઈ ત્રીજા પક્ષને દખલ કરવાની જરૂરીયાત છે. તેમણે કહ્યું કે, અમને આશા છે કે બંને દેશોની વચ્ચે વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન કરવામાં આવશે.

આ પણ વાંચો:- ગલવાન ખીણમાં થયેલી લોહીયાળ ઝડપ અંગે US ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

તમને જણાવી દઇએ કે પહેલી વખત નથી કે જ્યારે રશિયાએ સંરક્ષણ પરિષદમાં સ્થાયી સદસ્યતા માટે ભારતનું સમર્થન કર્યું છે. રશિયાના વિદેશ મંત્રીનું આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર ટેન્શન જોવા મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube