બીજિંગ: ચીને દાવો કર્યો છે કે બ્રાજીલથી મોકલવામાં આવેલા ફ્રોજન ચિકનની વિંગમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. જોકે ચીનના શહેર શેનઝેન (Shenzhen)ના લોકલ ડિજીજ કંટ્રોલએ બ્રાજીલથી મોકલેલા ફ્રોજન ચિકનનું સેમ્પલ લીધું. નિયમિત તપાસ બાદ સેમ્પલ રિપોર્ટ આવ્યો તો ખબર પડી કે ફ્રોજન ચિકનની વિંગ (frozen chicken Wings)માં કોરોના વાયરસ (corona Virus) જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ ચીની અધિકારીઓએ ગુરૂવારે )13 ઓગસ્ટ)ના રોજ સંક્રમિત ચિકનના સંપર્કમાં આવેલા કેટલાક અને કેટલીક પ્રોડક્ટની પણ તપાસ કરાવી. જોકે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ચીનના શહેર શેનઝેન સીડીસીએ બીજા દેશોના ફૂડ પ્રોડક્ટ ખાવામાં સાવધાની વર્તવા માટે કહ્યું છે. તમને જણાવી દઇએ કે ચિકન ફ્રોજન પહેલાં જૂનમાં ચીનની રાજધાની બીજિંગના શનિફૈડી સીફૂડ માર્કેટમં સંક્રમણના કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન વાયરસના લક્ષણ ઇક્વાડોરથી આયાત થનાર ઝીંગામાં મળી આવ્યા હતા. ત્યારબાદથી જ સરકાર તમામ ફૂડ પ્રોડક્ટના સેમ્પલ લઇને તેનો કોરોના ટેસ્ટ કરાવી રહી છે. અત્યાર સુધી બ્રાજીલે તેના પર કોઇ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. 


અત્રે ઉલ્લેખનીય છે કે મહામારીના પ્રકોપ દરમિયાન ચીને જૂનમાં બ્રાજીલ સહિત ઘના દેશોમાં માંસની આયાતને બેન કરી દીધી છે. જોકે જલદી જ આ નિર્ણયને પરત લેવામાં આવ્યો હતો. જાણકારી માટે તમને જણાવી દઇએ કે ચીનના વુહાન શહેરમાંથી દુનિયાભરમાં કોરોનાની મહામારી ફેલાઇ હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube