સંરક્ષણ ક્ષેત્રે પોતાને ‘ખુબજ મજબુત’ કરી રહ્યું છે ચીન, ડિફેન્સ બજેટ 177.61 બિલિયન ડોલર કર્યું
ભારતના આ પાડોશી દેશે આ વર્ષે તેમના ડિફેન્સ બેજટમાં 7.5 ટકાનો વધારો કર્યો છે. જે હેવ 177.61 બિલિયન ડોલરનું થઇ ગયું છે. જે ભારત કરતા ત્રણ ગણી વધારે છે.
નવી દિલ્હી: અમેરિકા બાદ સંરક્ષણ પર સૌથી વધારે ખર્ચ કરનાર ચીન ફરી એકવાર તેમના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે. ભારતના આ પાડોશી દેશે આ વર્ષે તેમના ડિફેન્સ બેજટમાં 7.5 ટકાનો વધારો કર્યો છે. જે હેવ 177.61 બિલિયન ડોલરનું થઇ ગયું છે. જે ભારત કરતા ત્રણ ગણી વધારે છે. ચીને સંરક્ષણ બજેટના જંગી ફાળવણીનો વૈશ્વિક હિતમાં પણ બચાવ કર્યો અને કહ્યું કે, તેનાથી કોઇ અન્ય દેશ માટે કોઇ ‘ખતરો’ ઉત્પન્ન કરવામાં આવશે નહીં.
વધુમાં વાંચો: અજમેર શરીફની યાત્રા કરનાર પાકિસ્તાની શ્રદ્ધાળુઓને વીઝા આપવાનો ભારતે કર્યો ઇન્કાર: પાક મંત્રી
ચીનના સંસદની શરૂઆતી સત્રમાં પસાર કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટ રિપોર્ટ અનુસાર, 2019નું સંરક્ષણ બજેટ 1.19 ટ્રિલિયન યુઆન એટલે કે 177.61 બિલિયન ડોલર રાખવામાં આવ્યું છે. ભારતીય કરન્સીમાં આ 1,25,83,40,20,85,000 રૂપિયા થશે. જોકે આ વર્ષે ડિફેન્સ બજેટમાં કરવામાં આવેલો વધારો ગત વર્ષની સરખામણીએ ઓછો છે. ગત વર્ષે ચીને તેમના સંરક્ષણ બજેટમાં 8.1 ટકાનો વધારો કર્યો હતો.
વધુમાં વાંચો: આતંકી મસૂદ અઝહર પર પાકિસ્તાન કરશે મોટી કાર્યવાહી! કાલે મળ્યા હતા મોતના સમાચાર
ચીન 2015થી જ તેમના સંરક્ષણ બેજેટમાં દસ આંકડામાં સતત વધારો કરી રહ્યું છે, પરંતુ 2016માં તેમણે તેને ઘટાડી એક આંકડામાં વધારો કર્યો હતો. ચીને 2016માં તેમના સંરક્ષણ બજેટમાં 7.6, 2017માં 7 અને 2018માં 8.1 ટકાનો વધારો કર્યો હતો. આ વર્ષે વૃદ્ધિની સાથે જ ચીનના સંરક્ષણ ક્ષેત્ર માટે બજેટ 200 બિલિયન ડોલરના આંકડા નજીક પહોંચી ગયું છે. જે અમેરિકા પછી બીજું સૌથી મોટુ બજેટ છે.
વધુમાં વાંચો: આશા છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓની મદદ કરશે AK-230 અસોલ્ટ રાઇફલ: પુતિન
ભારત સરકારે નાણાકિય વર્ષ 2018-19માં સંરક્ષણ બજેટ માટે 2.95 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે ગત વર્ષના 2.74 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ 7.81 ટકા વધારે છે. સામાન્ય બજેટમાં કુલ સંરક્ષણ બજેટના અંતર્ગત સેનાના ત્રણેય અંગો માટે નવા હથિયારો, વિમાનો, જંગી જહાજો અને અન્ય સૈન્ય સાધન-સામગ્રી ખરીદવા માટે 99,947 કરોડ રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે. સંરક્ષણ બજેટ 2018-19 માટે નક્કી કરેલા કુલ 24,42,213 કરોડ ફાળવેલા રૂપિયાના 12.10 ટકા છે.