આશા છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓની મદદ કરશે AK-230 અસોલ્ટ રાઇફલ: પુતિન
અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, એકે 203 રાઇફલ તે ઇંસાસ રાઇફલનું સ્થાન લેશે, જેનો ઉપયોગ વાયુસેના અને અન્ય દળો કરી રહ્યા છે
Trending Photos
અમેઠી : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને પોતાનાં એક સંદેશમાં કહ્યું કે, ક્લાશનિકોવ અસોલ્ટ રાઇફલ 203 તૈયાર કરનારુ ભારત અને રશિયાનું સંયુક્ત ઉદ્યમ નાના હથિયારોની ભારતીય સુરક્ષા એજન્સીઓની જરૂરત પુર્ણ કરશે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે ઉત્તરપ્રદેશા અમેઠીમાંવ ડાપ્રધાન મોદીનાં એક કાર્યક્રમ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિનો આ સંદેશ વાંચ્યો હતો. વડાપ્રધાન મોદીનાં એકે 203 અસોલ્ટ રાઇફલ માટે અમેઠીમાં પ્લાન્ટનું ભુમિ પુજન કરવામાં આવશે.
અધિકારીક સુત્રોએ જણાવ્યું કે એકે203 રાઇફલ તે ઇંસાસ રાઇફલનું સ્થાન લેશે, જેનો ઉપયોગ થલ સેના અને અન્ય દળ કરી રહ્યા છે. આ એકમમાં 7,00,000 એકે 203 રાઇફલો તૈયાર કરવાનું શરૂઆતી લક્ષ્ય છે. પુતિને પોતાનાં સંદેશમાં કહ્યું કે, નવુ સંયુક્ત ઉદ્યમ નવીનતમ સીરીઝની વિશ્વ પ્રસિદ્ધ કલાશનિકોવ અસોલ્ટ રાઇફલો તૈયાર કરશે. તેમણે કહ્યું કે, આ પ્રકારે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્ર પાસે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની આ શ્રેણીનાં નાના હથિયારોની જરૂર પુરી કરવાનો અવસર હશે જે અત્યાધુનિક રશિયન ટેક્નોલોજી પર આધારિત હશે.
તેમણે કહ્યું કે, રશિયા અને ભારત વચ્ચે સૈન્ય અને ટેક્નોલોજીકલ સહયોગ પરંપરાગત રીતે વિશેષ રણનીતિક ભાગીદારીનું એક મહત્વનું ક્ષેત્ર રહ્યું છે. તેમણે કહ્યું કે, સાત દશકથી પણ વધારે સમયથી અમે વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાનાં સશસ્ત્ર અને ઉપકરણ ભારતીય મિત્રોને આપુર્તિ કરી રહ્યા છે અમારા દેશનાં સહયોગથી ભારતમાં 170 સૈન્ય અને ઉદ્યોગ એકમોની સ્થાપના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત્ત વર્ષે ઓક્ટોબરમાં પુતિનની ભારતીય અધિકારીક યાત્રા દરમિયાન ભારતમાં કાલાશનિકોવ તૈયાર કરવા માટે મોદી સાથે તેમની સંમતી સધાઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે