બેઇજિંગઃ કોરોના સંક્રમણના ખતરાને લઈને ચીનની ગંભીરતા કહો કે તેનો ડર... તેની ઝલક હંમેશા સામે આવતી રહે છે. આ વખતે ચીનના ત્રણ શહેરોમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ તેણે લાખો લોકોના કોવિડ-19 ટેસ્ટ કરી દીધા છે. સમાચાર એજન્સી એપીના રિપોર્ટ પ્રમાણે, સંક્રમણ રોકવા માટે ચીને પોતાના ત્રણ શહેરો તિઆનજિન, શંઘાઈ અને મંઝૌલીમાં શાળા બંધ કરી દીધી છે અને લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ચીન અમેરિકા અને અન્ય દેશોમાં કોરોના સંક્રમણની નવી લહેરને જોઈને ડરી ગયું છે. ઘણા નિષ્ણાંતોનું માનવુ છે કે ઠંડીની સીઝનમાં સંક્રમણ ફેલવાનો ખતરો વધુ હશે. ચીન ઘણા સમય પહેલા કોરોના પર કાબુ મેળવી ચુક્યું છે.. તેમ છતાં હાલના મામલાને જોતા એવી આશંકા છે કે ત્યાં વાયરસ ફરી ફેલાય શકે છે. પરંતુ તિઆનજિન, શંઘાઈ અને મંઝૌલી શહેરોમાં નવા કેસ ઓછા છે. તેમ છતાં તેના બચાવને લઈને મોટા પગલા ભરવામાં આવ્યા છે. 


ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં શંઘાઈમાં સંક્રમણના બે જ્યારે શુક્રવારે સાત કેસ સામે આવ્યા હતા. મહત્વનું છે કે પાછલા વર્ષે વુહાનમાં સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ત્યારબાદથી ચીનમાં કુલ 86,442 કેસ સામે આવ્યા છે, જ્યારે 4634 લોકોના મોત થયા છે. એટલું જ હીં ચીનના આ શહેરે દુનિયાના તમામ શહેરોમાં આ વાયરસ ફેલાવ્યો જે હાલમાં કહેર વરસાવી રહ્યો છે. 


ભારત માટે કેમ ખાસ છે ઓક્સફોર્ડની કોરોના વેક્સિન, સરળ શબ્દોમાં સમજો આ ગણિત


ચીનમાં કોરોનાની નવી લહેરને લઈને ડર એટલો છે કે શંઘાઈમાં ટેસ્ટ વધારી દેવામાં આવ્યા છે. શહેરના એરપોર્ટ અને હોસ્પિટલમાં કામ કરતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. તિઆનજિનના બિનહાઈમાં માત્ર પાંચ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સ્વાસ્થ્યકર્મીઓએ લગભગ 33 લાખ લોકોના ટેસ્ટ કર્યા છે. મંઝૌલીમાં અત્યાર સુધી માત્ર બે કેસ સામે આવ્યા બાદ બધા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. 


બે લાખથી વધુ વસ્તી વાળા મંઝૌલી શહેરમાં તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. જાહેર સ્થળોએ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તિઆનજિનમાં કેજી કક્ષાઓને બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં બધા શિક્ષકો, પરિવારો અને વિદ્યાર્થીઓને આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube