બેઇજિંગઃ રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કર્યા બાદથી તાઇવાનને લઈને પણ સતત અપડેટ આવી રહ્યાં છે. ચીને એકવાર ફરી તાઇવાનને લઈને અમેરિકાને ફટકાર લગાવી છે. જો બાઇડેન સરકારની રક્ષા ટીમ તાઇવાન પહોંચ્યા બાદ ચીને અમેરિકાને ભારે કિંમત ચુકવવાની ચેતવણી આપી છે. ચીને કહ્યું કે, અમેરિકા તાઇવાનની આઝાદી માટે સમર્થન દેખાડવાના પોતાના પ્રયાસ માટે ભારે કિંમત ચુકવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાઇવાનના રાષ્ટ્રપતિને મળશે અમેરિકી અધિકારી
નિષ્ણાંતો માને છે કે જે રીતે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે, તે રીતે ચીન તાઇવાન પર હુમલો કરી તેને કબજે કરવાનો પ્રયાસ કરી શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈનો એક રિપોર્ટ દર્શાવે છે કે અમેરિકાના પૂર્વ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ માઇક એડમિરલ (રિટાયર્ડ) મુલેનની અધ્યક્ષતામાં પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ તાઇવાન પહોંચ્યું છે. તાઇવાનના વિદેશ મંત્રી જસેફ વૂએ આ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યુ છે. 


આ પણ વાંચોઃ ઝેલેન્સ્કીને ઈયુની સંસદમાં મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન, કહ્યું- અમારી લડાઈ આઝાદી માટે


ભુલેનની યાત્રા સિવાય પૂર્વ અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ પણ તાઇવાન પહોંચી રહ્યા છે. મુલેન અને પોમ્પિઓ બંને તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઇંગ-વેન સાથે મુલાકાત કરવાના છે. 


સૈન્ય તૈયારી કરી રહ્યુ છે ચીન?
મહત્વનું છે કે ચીન અમેરિકા સાથે તાઇવાનના વધતા સંબંધને લઈને ચિંતિત રહે છે. ચીન તાઇવાન પર પોતાનો પૂર્વ અધિકાર વ્યક્ત કરે છે પરંતુ તાઇવાનના લોકો તેમ માનતા નથી. હાલના મહિનામાં ચીને તાઇવાની વાયુ રક્ષા ક્ષેત્રમાં અનેક લડાકૂ વિમાન મોકલ્યા છે. આ સાથે ચીને તાઇવાનને લઈને પોતાની સૈન્ય તૈયારીઓ વધારી દીધી છે. 


આ પણ વાંચોઃ યુદ્ધની ભયાનક તસવીર, રશિયાના હુમલા વચ્ચે 6 લાખથી વધુ યુક્રેની દેશ છોડીને ભાગ્યા


વન ચાઇના પોલિસીનું પાલન કરે અમેરિકાઃ ચીન
અમેરિકી અધિકારીઓની તાઈવાનની મુલાકાતને લઈને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું છે કે ચીનના લોકો રાષ્ટ્રીય સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. તાઇવાનને ટેકો બતાવવાનો યુએસનો કોઈપણ પ્રયાસ નિરર્થક રહેશે, પછી ભલે તે કોણે મોકલે. ચીને અમેરિકાને વન-ચાઈના સિદ્ધાંતનું પાલન કરવાની વિનંતી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube