Russia-Ukraine War: યુદ્ધની ભયાનક તસવીર, રશિયાના હુમલા વચ્ચે 6 લાખથી વધુ યુક્રેની દેશ છોડીને ભાગ્યા

રશિયાએ યુક્રેનની રાજધાની કિવ નજીક હથિયારબંધ વાહનો અને આર્ટિલરીથી હુમલો કર્યો છે. તો અમેરિકા સહિત અન્ય સમર્થક દેશોએ કહ્યું કે, તે રશિયાની અર્થવ્યવસ્થાને બરબાદ કરવા વધુ પ્રતિબંધ લગાવશે.
 

Russia-Ukraine War: યુદ્ધની ભયાનક તસવીર, રશિયાના હુમલા વચ્ચે 6 લાખથી વધુ યુક્રેની દેશ છોડીને ભાગ્યા

કિવઃ રશિયા અને યુક્રેન જંગનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિવની નજીક હથિયારબંધ વાહનો અને આર્ટિલરીથી હુમલો કર્યો છે. તો અમેરિકા સહિત અન્ય દેશોએ કહ્યું છે કે તે રશિયાની અર્થવ્યવસ્થાને બરબાદ કરવા માટે વધુ એક પ્રતિબંધ લગાવશે. 

અત્યાર સુધી 6,60,000 થી વધુ લોકો બીજા દેશમાં ભાગી ચુક્યા છે. યુએનની રેફ્યૂજી એજન્સીએ કહ્યુ કે, માત્ર પાડોશી દેશ પોલેન્ડમાં 4 લાખ લોકેએ શરણ લીધી છે. અત્યાર સુધી 350 નાગરિકના લડાઈમાં મોત થયા છે. 

યુદ્ધના છઠ્ઠા દિવસે, રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવ પર હુમલો કર્યો. રશિયન સેનાએ ખારકીવમાં એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગને ઉડાવી દીધું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બિલ્ડિંગની બારીઓના કાચ તૂટીને ચારે તરફ ફેલાઈ ગયા હતા. એઝોવ સમુદ્ર પર મારિયુપોલના સ્થાનિક અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ પછી તેમના શહેરમાં વીજળી ગઈ હતી. 

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સલાહકારે ટ્વિટર પર કહ્યું, "નકાબ ઉતરી ગયો. રશિયા શહેરના કેન્દ્રો પર બોમ્બ ધડાકા કરી રહ્યું છે. તે રહેણાંક વિસ્તારો અને સરકારી ઇમારતો પર પણ બોમ્બ ફેંકી રહ્યું છે." સલાહકાર મિખાઇલો પોડોલિકે લખ્યું, "રશિયાનો હેતુ સ્પષ્ટ છે. ભય ફેલાવો. મોટા પાયે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરે છે. યુક્રેન પણ સતત જવાબ આપી રહ્યું છે.

અમેરિકા અને અન્ય દેશો રશિયા પર હજુ વધુ કડક પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યા છે. ફ્રાન્સના નાણામંત્રી બ્રુનો લે માયરે કહ્યું કે અમે રશિયાની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દઈશું. તે જ સમયે, બ્રિટિશ સરકારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ટ્રાયલનો સામનો કરવો પડી શકે છે.

બીજી તરફ મંગળવારે યુક્રેનના ખારકીવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news